Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભરણપોષણના કેસમાં રાજકોટ જિલ્લા જેલમાંથી જામીન મેળવી પાકા કામના ફરાર થયેલ આરોપીને પકડી પાડતી

જુનાગઢ, તા.૩ : પોલીસ મહાનિદેશકશ્રી અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગર નાઓની સુચના અનુસાર રાજય મા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપી ઓ ,વચગાળાના જામીન પર મુકત ફરાર આરોપી ઓને પકડવા સારૂ સમગ્ર રાજ્યમા વધુમા વધુ આરોપીઓ પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની તેમજ પોલીસ અધીક્ષક  રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન  હેઠળ જીલ્લામા આગામી સમયમા આવનાર ગ્રામ પંચાયત ચુંટણીઓમા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામેના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપી ઓ ને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ના પો.ઈન્સ શ્રી એચ.આઇ.ભાટી સાહેબ ના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લૉસ્કોડ ના  પો.સબ.ઈન્સ.એસ.એન.ક્ષત્રિય  તથા એ.એસ.આઇ.પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા, પો.કોન્સ.પ્રકાશભાઈ અખેડ પો.કોન્સ દિનેશભાઇ છેયા પો.કોન્સ. સંજયભાઈ ખોડભાયા એ રીતે નાઓની ટીમદ્રારા

બાતમી રાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ૬ માસ પહેલા માળીયા પોસ્ટે. ફો.પ.અ.ન.૩૬૪/૧૮ સી.આર.પી.સી.૧૨૫ના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદી મનસુખ ડાયાભાઇ વાઢિયા (ઉ.વ.૪૩ રે.લાડુળી તા.માળીયા)ે ગઇ તા.૨૬/૫/૨૧ ના રોજ વચગાળાના જમીન મેળવી પોતાના ગામ લાડુળી ગયેલ હતો મુદત પુરી થયે રાજકોટ જેલ હાજર થવાનુ હતું પરંતુ હાજર ન થઇ પોતાની મેળે બારોબાર ફરાર થઇ ગયેલ હોય મજકુર આરોપી પોલીસની પકડ થી નાસતો ફરતો હોય અને તે આરોપી હાલ જલંધર સાસણ રોડ વિસ્તારમાં રસ્તા પર આટા ફેરા મારે છે તેવી હકીકત મળતા ઉકત જગ્યાએ જઇ વોચ તપાસમાં રહેતા મજકુર આરોપી મળી આવતા તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ મનસુખ ડાયાભાઈ વાઢિયા રે.લાડુળી વાળો બતાવતો હોય મજકુર આરોપી રાજકોટ જેલ નો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી જૂનાગઢ  જિલ્લા જેલ ખાતે સોપી આપવામા આવેલ છે.

(1:11 pm IST)