Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સરકાર આર.બી.આઇ ઇન્ડેક્ષ મુજબ નહિ પણ બજાર ભાવ પ્રમાણે ભાવ વધારો ચુકવે

અમરેલી જિલ્લાના સરકારી બાંધકામના કોન્ટ્રાકટરોની કલેકટરને રજુઆત

અમરેલી,તા. ૩: સરકારી બાંધકામના કોન્ટ્રાકટરો દ્વારા અમરેલી જિલ્લાના કલેકટર શ્રીને રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં અમરેલી ડિસ્ટ્રીકટ કોન્ટ્રાકટર એસો.ના આગેવાનોએ જણાવેલ કે, બજારમાં સિમેન્ટ-સ્ટીલ-ડામર-રેતી-કપચી અને ઇટ ઉપરાંત બાંધકામ કામગીરો-શ્રમિકોના દરમાં અંદાજે ૩૦ થી ૪૦ ટકા અસહ્ય ભાવ વધારો થયેલ છે. તે અત્યારે કોન્ટ્રાકટરોએ ભોગવવો પડી રહ્યો છે. કોન્ટ્રાકટરોના માર્જિન સાવ ઘસાય ગયા છે. તેમજ લાખો કરોડો રૂપિયાની ખોટ ભોગવવાની આવે તેમ છે. અમો રાજ્ય સરકાર તથા તેની સલગ્ન બોર્ડ નિગમો તેમજ નગરપાલિકામાં કામગીરી કરી રાષ્ટ્રનિર્માણમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસમાં અમો સેવા રથ છીએ. સરકારશ્રી દ્વારા અમોને આર.બી.આઇ ના ઇન્ડેકસના આધારે ભાવ વધારો ચુકવવામાં આવે છે. પરંતુ તે માર્કેટમાં ચાલી રહેલા ભાવ કરતા ઘણો જ ઓછો હોય છે. એટલે પોષણક્ષમ નથી ઘણા કોન્ટ્રાકટરો આ કારણે જ સરકારી કામથી દૂર થઇ રહ્યા છે. આથી અમારી નમ્ર માંગણી છે કે સરકારે આર.બી.આઇ ઇન્ડેકશસ પ્રમાણે નહિ પરંતુ બજાર ભાવ પ્રમાણે ભાવ વધારો ચુકવવો જોઇેએ જો સરકાર એમ ના કરી શકે તો કોન્ટ્રાકટરોની સામે સહાનુભુતિ પૂર્વક કોઇ પગલાં, દંડ વિના કામમાંથી મુકત કરવા રજુઆતના અંતમાં જણાવાયું છે.

(1:02 pm IST)