Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જામનગર આવેલ શંકાસ્પદ ઓમીક્રોનના દર્દીને ગળાના ઇન્ફેકશન દેખાયેલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩ : અહીં શંકાસ્પદ કેસ આવ્યાની તપાસ ચાલી રહી છે ત્યારે ઓમીક્રોન શંકાસ્પદ દર્દી અમદાવાદ થી જામનગર બાય રોડ આવ્યો હતો તેમ જણાવા મળે છે.

આફ્રિકાના ઝિમ્બાબ્વે થી ૨૬ નવેમ્બરે આવવા નિકળ્યા અને ૨૮ નવેમ્બરે અમદાવાદ એરપોર્ટથી જામનગર લાવવામાં આવ્યા અને જામનગરની ખાનગી હોટલમાં કોરેન્ટાઇન હતાં ત્યારે ૨૯ નવેમ્બરે ગળામાં ઇન્ફેકશન દેખાયું હતું જયાં ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા શંકાસ્પદ દેખાયું અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.

૧ ડિસેમ્બરે જામનગરના ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રમાં history આવતા તાત્કાલિક corentin કરાયા હતા. જો કે સાથેના ૯ લોકોને એન્ટીજન રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યા હતા. વધુ RTPCR રિપોર્ટ માટે જી.જી.હોસ્પિટલમાં સેમ્પલ અપાયા છે.

(1:01 pm IST)