Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કેશોદ હોસ્પિટલમાં સ્વ.ધીરૂભાઇ રાજાનું નામ જોડવા આવેદન

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ  કેશોદ શહેરમાં છેલ્લાં પચાસ વર્ષથી આરોગ્યલક્ષી સેવાઓ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હંમેશા મદદરૂપ બનનારા જીવનપર્યત સેવાના ભેખધારી સ્વ. ધીરૂભાઈ રાજાએ કેશોદ શહેરમાં સૌપ્રથમ વર્ષ ૧૯૬૭ માં શિવાનંદ મિશન વીરનગરના ડૉ. અધ્વર્યુ સાહેબનાં સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજી  કેશોદ પંથકના આંખોનાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને મોતિયાનાં ઓપરેશન કરી નેત્રનિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે કેશોદ શહેરમાં આજે પણ નેત્ર નિદાન કેમ્પ અવિરત ચાલુ છે. કેશોદ શહેર નજીક પસાર થતાં હાઈવે રોડ પર જ્યારે દુરસંચાર અને વાહનવ્યવહારની પુરતાં પ્રમાણમાં વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી ત્યારે અકસ્માતની આકસ્મિક ઘટના બને તો યુવાનો ની ટીમ સાથે લઈને સ્વ. ધીરુભાઈ રાજા દોરડાં વડે વાહનો જુદાં કરી ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તેવી વ્યવસ્થા કરતાં હતા.

   શ્ચેત વસ્ત્રધારી સ્વ. ધીરૂભાઈ રાજા એ ૨૯ વર્ષની યુવાવયેથી આજીવન આરોગ્યલક્ષી સેવાની જ્યોત જગાવી હતી. ત્યારે આવનારી પેઢીને પ્રેરણા મળી રહે અને આજીવન આરોગ્યલક્ષી સેવા કરનાર સ્વ. ધીરૂભાઈ રાજાનું નામ કેશોદ સરકારી હોસ્પિટલ માં ઉમેરવામાં આવશેતો ખરા અર્થમાં તેમણે કરેલ માનવતાલક્ષી કાયૅની કદર કરી  સ્વ. ધીરૂભાઈ રાજાને શ્રધ્ધાંજલી આપીૅ ગણાશે . કેશોદ હિતરક્ષક સમિતિની આગેવાની હેઠળ વિવિધ સંસ્થાઓનાં હોદેદારો માં રેવતુભા રાયજાદા, રાજુભાઈ પંડ્યા, રાજુભાઈ બોદર, જીતુભાઈ પુરોહિત,  ભીખાલાલ ગોટેચા, દિનેશભાઈ રાજા સહિતના આગેવાનોએ નવનિમીૅત સરકારી હોસ્પિટલમાં સેવાના આજીવન ભેખધારી સ્વ.ધીરૂભાઈ રાજાનું નામ જોડવા નાયબ કલેકટરને આવેદનપત્ર આપેલ હતુ. આ ઉપરાંત રાજ્ય સરકાર નાં આરોગ્ય મંત્રી, માર્ગ મકાન વિભાગના મંત્રી, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી સહિત જવાબદાર અધિકારીઓ ને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે.

(12:49 pm IST)