Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જૂનાગઢનાં ગિરનાર ખાતે ૭.૮ ડિગ્રી સોરઠમાં કાતિલ ઠાર-ઠંડી

ઍક જ દિવસમાં લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી ઘટ્યુ

(વિનુ જાષી દ્વારા) જૂનાગઢ,તા. ૩ : જૂનાગઢના ગિરનાર ખાતે આજે ૭.૮ ડિગ્રી તાપમાન નોîધાતા સમગ્ર પર્વતીય વિસ્તારમાં હિમાલય જેવું વાતાવરણ થઇ ગયુ હતું. સોરઠમાં પણ કાતિલ ઠાર સાથે ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવન ઠીંગરાય ગયું હતું.

કાતિલ ઠંડા પવન સાથે વાતાવરણમાં આવેલ પલટાના કારણે છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્ના છે. ગઇ કાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૭.૮ ડિગ્રી નોîધાયા બાદ સાંજે સવારે પાંચ ડિગ્રી ઘટીઍ ૧૨.૮ ડિગ્રી તાપમાન નોîધાતા સમગ્ર વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હતી.

ગિરનાર પર્વત પર આજે ૭.૮ ડિગ્રી તાપમાન રહેતા પર્વત અને તેના જંગલ વિસ્તારમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. આજની ઠંડીને લઇ ગિરનાર તિર્થક્ષેત્રમાં યાત્રિકો જુજ જાવા મળ્યા હતા.

જૂનાગઢમાં આજના ૧૨.૮ ડિગ્રી લઘુતમ તાપમાનની સાથે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ં૩ ટકા રહેતા ગાઢ ધુમ્મસ છવાય ગયું હતું. તેમજ ઠારને લઇ ઠંડીની તીવ્રતમાં પણ જારદાર વધારો થયો હતો.

સવારે  ૫.૨ કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાતા વાતાવરણ વધુ ઠંડુગાર થઇ ગયું હતુ અને જનજીવનને વ્યાપક અસર થઇ હતી.

(12:07 pm IST)