Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વાંકાનેરમાં શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ

રાજકોટ,તા.૩: વાંકાનેરઃ વાંકાનેર શહેરમાં વાંકાનેરના મધ્યે આવેલ મચ્છુ નદીના કિનારે આવેલ શ્રી દેવાધીદેવ શ્રી નીલકંઠ મહાદેવજીનું ખુબ જ પૌરાણીક મંદિર આજથી સદીમાં મૌજુદ છે. જે દેવાધીદેવ નિલકંઠ મહાદેવ શ્રી સ્વામીનારાયણ ધર્મના સ્થાપક તેવા નિલકંઠ વર્ણી શ્રી ઘનશ્યામ મહારાજશ્રીના વરદ હસ્તે પુજા કરેલ હતી અને ધર્મ, બોધા મોઢ શેરીના નાકા પરના મકાનમાં સભા કરેલ હતી. જે વાત વડીલો પાસેથી સાંભળેલ છે. જેથી શ્રી નીલકંઠ મહાદેવ શ્રધ્ધા અને આસ્થાનું પ્રતીક છે. એવા ગઢની રાંગમાં બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે નીલકંઠ મંદિરની બાજુમાં ઠેઠ રાવળ શેરી સુધી વિશાળ સમીપાણો નાખી શ્રી નીલકંઠ મહાદેવની અસીમકૃપાથી તેમજ અંબામાતાજી, મહાકાળી માતાજી, વેદ માતા, ગાયત્રીમાતાજી તથા આઇશ્રી ખોડીયાર માતાજીની અસીમ કૃપાથી વાંકાનેરની મધ્યે પાવન પવિત્ર ભૂમિ મધ્યે આવેલ શ્રી નિલકંઠ મહાદેવની અસીમ કૃપાથી આગામી તા.૨૦/૧૨/૨૦૨૧ થી તા.૨૭/૧૨/૨૦૨૧ સુધી કોરોનાની મહામારી તેમજ અકસ્માતે મૃત્યુ પામેલા સ્વજનોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મોક્ષ કથાનું મંગલ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જેમાં જાણીતા ભાગવતાચાર્ય પ.પૂ.શાસ્ત્રી શ્રી અનિલ પ્રસાદજી પી. જોષી પોતાની મધુર વાણી સાથે આગવી શૈલીમાં સુર-સંગીત સાથે મોક્ષકથાનું રસપાન કરાવશે. બારમી કથા વાંકાનેરમાં આયોજન થયેલ છે.  કથા શ્રવણનો સમય દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ રાખેલ છે.

કથાના મંગલમય પ્રારંભમાં તા.૨૦/૧૨ને સોમવારના રોજ બપોરે ૩:૧૫ કલાકે શ્રી ગોવર્ધન નાથજીની મોટી હવેલીએથી વાજતે ગાજતે બેન્ડપાર્ટીના સુરો સાથે ભવ્ય પોથીયાત્રા પ્રસ્થાન કરી ચત્રભુજ મંદિરે થઇને નગરયાત્રા કથા સ્થળ હરીહરધામ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે પધારશે. જયાં સૌપ્રથમ કાર્યક્રમને શુભ મંગલ પ્રારંભ દીપ પ્રાગટય વિધિ પ.પૂ. શાસ્ત્રી શ્રી અનિલ પ્રસાદજી પી. જોષી, તેમજ સુપ્રસિધ્ધ ધાર્મીક સ્થળ શ્રી આયા જાલાની જગ્યા મેસરીયાના મહંત પ.પૂ. શ્રી બંસીદાસજી બાપુ કોઠારી સ્વામી મગનીરામબાપુ, આ ઉપરાંત શ્રી ગાયત્રી શકિત પીઠ શ્રી ગાયત્રીમંદિરના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના શ્રી વિશાલભાઇ પટેલ, શ્રી રૂગનાથજી મંદિર, વાંકાનેરના પૂ.શ્રી રેવાદાસબાપુ, આઇશ્રી ખોડીયાર માતાજી મંદિર, માટેલધરાના મહંતશ્રી રણછોડદાસબાપુ દુધરેજીયા, શ્રી નાગાબાવાની જગ્યા વાંકાનેરના મહંતશ્રી તથા મહાનુભાવો સંતો ઉપસ્થિત રહેનારા છે. દીપપ્રાગ્ટય બાદ સંતોનું સન્માન બાદ કથાનો શુભ પ્રારંભ થશે.

શ્રીમદ ભાગવત કથામાં આવતા પ્રસંગોમાં તા.૨૪ને શુક્રવારના સાંજે શ્રી વામન જન્મ તથા શ્રી રામ જન્મ તથા શ્રીકૃષ્ણ જન્મ (નંદ મહોત્સવ) અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવવાનું નકકી કરેલ છે. તેમજ તા.૨૫મી એ શનિવારના સાંજના શ્રી ગીરીરાજ પ્રાગટય ઉત્સવ ઉજવાશે. સાથો સાથ શ્રી ગીરીરાજ ૫૬ ભોગ ધરાવાશે. અને મંડપમાં શ્રી નગરજનો દ્વારા દિવ્ય આરતી દિપ યજ્ઞ થશે.

આ ઉપરાંત તા.૨૫/૧૨ને શનિવારના રોજ રાત્રીના ૯ વાગ્યાથી સંગીતમય સુંદરકાંડના પાઠ- ધુન-સંકિર્તન તેમજ શ્રીનાથજીના ગીતો કીર્તનનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં જોડીયાના વતની હાલ રાજકોટ સુપ્રસિધ્ધ વકતા પૂ. શ્રી યોગેશભાઇ જે વ્યાસ વિવિધ રાગ દ્વારા સુંદરકાંડની ચોપાઇઓ હનુમાન ચાલીસા અને શ્રીનાથજીના કીર્તન અનેરા સંગીતની શૈલી સાથે રંગત જમાવશે.

આ ઉપરાંત તા.૨૬/૧૨ રવિવારના રોજ સાંજના શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ધામધુમથી ઉજવાશે. તેમજ સાંજના શ્રી સુદામા ચરિત્ર તથા શૈષ કથાઓ તથા તા.૨૭ના સોમવારના સાંજના કથાની પુર્ણાહુતી થશે. છેલ્લા દિવસે તા.૨૭ના સોમવારના કથાની પુર્ણાહુતી થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમિતિ દ્વારા વાંકાનેરના આંગણે કોરોનાની મહામારી તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોના મોક્ષાર્થે આ કથા રાખેલ હોય જેમને પણ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અને તેમને પાટલો રાખવા ઇચ્છતા હોય શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ વાંકાનેર ગઢની રાંગ/નિલકંઠ મંદિરની બાજુમાં હરેશભાઇ ત્રિવેદી (બબુભાઇ) મો.૬૩૫૩૧ ૭૯૦૮૮, તેમજ વિનેશભાઇ મિયાત્રાનો મો.૯૧૦૬૩ ૪૭૧૨૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમિતિ વાંકાનેરના સર્વે ટ્રસ્ટીશ્રીઓ સભ્યો, ભકતજનો જહેમત ઉઠાવી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પરમ વૈષ્ણવ સનાતન ધર્મવલંબી વર્ષ ૨૦૧૦માં પ.પૂ. ભારતીબાપુ અને શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ચાર એવોર્ડથી સન્માનીત થયેલા જેનુ વકતવ્ય ગાયકી જે સાંભળે તેમાં મંત્રમુગ્ધ થવાય એવા જુના અને જાણીતા વાંકાનેર ઉપર જેનો ભાવ છે. એવા પ.પૂ. શાસ્ત્રી શ્રી અનિલ પ્રસાદજી પી. જોષીના મધુર કંઠેથી કથા સાંભળવીએ એક લ્હાવો છે.

વાંકાનેરના આંગણે નિલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં હરીહરધામ ખાતે સૌ ધર્મપ્રેમી ભાઇઓ તથા બહેનોને કથા શ્રવણનો લાભ લેવા પધારવા શ્રી નીલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ અપાયું છે.

તસ્વીરમાં શ્રી નિલકંઠ મહાદેવ સમિતિના હાર્દિકભાઈ જોશી, હરેશભાઇ ત્રિવેદ, રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી કેયુર અનડકટ અને પત્રકાર હિતેષ રાચ્છ નજરે પડે છે.(૩૦.૩)

 

શ્રી નિલકંઠ મહાદેવનો મહાત્મય

હનુમાનજી, નવદુર્ગા માતાજી સુરાપુરાદાદા બિરાજમાનઃ કોઈપણ પ્રસંગે હોલ નિઃશુલ્ક અપાય છે, મેડીકલના સાધનોનું પણ વિતરણ

વાંકાનેરમાં ગઢની રાંગમાં મધ્યે આવેલ મચ્છુ નદીના કિનારે આવેલ શ્રી દેવાધી દેવ શ્રી નિલકંઠ મહાદેવજીનું ખુબ જ પૌરાણીક મંદિર આજની સદીમાં મોજુદ છે. દેવાધીદેવ શ્રી નિલકંઠ મહાદેવ સ્વામીનારાયણ સંપ્રદાયના તેવા નિલકંઠવર્ણી વાંકાનેરમાં એકવાર પધારેલ તે સમય દરમિયાન નિલકંઠ મહાદેવની નિલકંઠવર્ણી શ્રી ઘનશ્યામ મહારાજ વરદ હસ્તે પુજા કરેલ હતીે અને ધર્મ-બોધ-મોઢ શેરીના નાકા પરના મકાનમાં સભા કરેલ. જે વાત વડીલો પાસેથી સાંભળેલ છે. તેમજ શ્રી નિલકંઠ મહાદેવજીનું મંદિર આશરે ૭૦૦થી પણ વધારે જુનુ પૌરાણીક મંદિર આવેલુ છે. જયાં પારસ પીપળો આશરે ચારસો વર્ષથી મોજુદ છે અને બાજુમાં શ્રી નવદુર્ગા માતાજી, હનુમાનજી, સુરાપુરાદાદા  બિરાજમાન છે. મહાદેવજીનું જે શીવલીંગ જે નીચે ગર્ભગૃહમાં છે. એટલુ વાંકાનેર શહેરએ સમયમાં નીચુ હતુ. ભરતી ભરીને આ મંદિર આટલુ ઉંચુ આવેલુ છે. જે અગીયાર નીલકંઠ મહાદેવના ઈતિહાસ પગથીયા છે. જયાં નીલકંઠ મહાદેવજી બિરાજે છે. પારસ પીપળો એના જે મૂળ રહ્યા ગઢની અંદર દોઢ થી બે કીલોમીટર આના મૂળ પથરાયેલા  છે. ગઢની રાંગની અંદર સલીતચેરીથી માંડીને મનારા શેરી સુધી કુદરતી દ્રશ્ય દર બે ફૂટ એના મૂળીયાના છીર ઉતરેલા છે. આજની તારીખે એ મૂળ અને પીપળાના ઝાડ બહાર આવેલા છે, વર્ષોથી અહીંયા પીપળો તથા પીપળાનું મૂળ નથી નીકળેલા. જોવાવાળા એમ કહે છે કે નાગ દાદા તથા નાગદાદાની જોડળી જોવામાં ઘણીવાર આવે છે. કોઈપણને દર્શન આપીને ત્યાને ત્યા જ રહે છે. શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં દાદાને વિવિધ જાતના પુષ્પોના શણગાર દર્શન, દીપમાળા દર્શન, અન્નકોટત્સવ વગેરે ઉત્સવો અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થાય છે.

નીલકંઠ મહાદેવ મંદિરમાં દાતાઓ તથા સભ્યોના આર્થિક સહયોગથી એક વર્ષ પહેલા બે હોલનું નિર્માણ કરવામાં આવેલ જે વગર કોઈપણ નાના- મોટા પ્રસંગે કે દુઃખદ પ્રસંગે- કે ઉઠમણું હોય તે આ બન્ને હોલ કોઈપણ ચાર્જ લીધા વીના નિઃશુલ્કરૂપે સંસ્થા દ્વારા આપવામાં આવે છે. તેમજ મેડીકલ અને ઓકસીઝનના બાટલા, વ્હીલ ચેર, બેડ વીકર વગેરે સાધનો સેવારૂપે કોઈપણ જ્ઞાતિને નાતજાતના ભેદભાવ વિના નિઃશુલ્ક રીતે આપવામાં આવે છે.(૩૦.૩)

પૂ.અનિલપ્રરસાદજીને કથાની આમંત્રણ પત્રિકા

રાજકોટઃ વાંકાનેરમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાની પત્રિકા પ.પૂ.શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી પી. જોષીને મંદિરના શ્રી હરેશભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ જોષી તેમજ હિતેષભાઈ રાચ્છે અને પ.પૂ.શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી પી. જોષીને કહેલ કે શ્રી ઠાકોરજી આ દિવ્ય કથાનું મનોરથ પુરૂ કરે એવા આશીર્વાદ સાથે શુભકામના પાઠવેલ હતી. અર્પણ કરેલ છે.(૩૦.૨)

કથા અગાઉ વેકસીનેશન કેમ્પ

ભાગવત કથા પહેલા નીલકંઠ મહાદેવ મંદીર ખાતે વેકસીનેશન કેમ્પ રાખવામાં આવેલ. કોરોનાની ગાઈડલાઈન અનુસાર કથામાં દરેકને સેનેટાઈઝર અને માસ્ક પહેરીને આવવું ફરજીયાત રહેશે. કથા દરમ્યાન દરરોજ માસ્કનું વિતરણ કરવામાં આવશે.

(11:42 am IST)