Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઓપન ગુજરાત સ્ટેટ યોગાસન અને સુર્ય નમસ્કાર ચેમ્પિયનશીપમાં કચ્છનું શ્રેષ્ઠ પ્રદર્શન : અંજાર તેમજ ભુજના યોગવીરોએ રાજ્ય સ્તરે આગવી સિધ્ધી મેળવી

 ભુજ : યોગ એ જીવન માટે ખૂબ જ મહત્વનું છે. શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરવા તેમજ આત્માની શુદ્ઘી અને ચેતના માટે યોગ અને પ્રાણાયમ ખૂબ જ જરૂરી છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પણ યોગને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલમાં ઓપન ગુજરાત સ્ટેટ યોગાસન અને સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપ ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર અને ભુજના ભાઈઓ તથા બહેનોએ ઓપન ગુજરાત સ્ટેટ યોગાસન અને સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશીપ ૨૦૨૧ માં ભાગ લઈ ને રાજય કક્ષાએ કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે. વિરલ યોગ સેન્ટરના યોગાચાર્યશ્રી વિરલભાઈ આહિરે યોગાસનની સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. તે ઉપરાંત સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપમાં વિલ યોગ સેન્ટરનાં વિરલભાઈ આહિર (પ્રથમ) કરણ આહિર (પ્રથમ) અજય આહિર(પ્રથમ), કૌશિક વાદ્યમશી (પ્રથમ) દ્રષ્ટિ વાદ્યમશી (તૃતીયા), મમતા નેગાંધી (દ્વિતીય), મિહિર પંચોલી (તૃતીય) ધૈર્ય દવે (દ્વિતીય), ધ્રુવીત પ્રવીણભાઈ બાંભણીયાએ (પ્રથમ) ક્રમાંક મેળવ્યા હતાં. આ ઉપરાંત મહેશભાઈ સોલંકી અને ભુજના હીનાબેન રાજગોર એ પણ સૂર્ય નમસ્કાર અને આસન હરીફાઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દીપુ બેન મેસુરાની, તેજલ બેન ત્રિપાઠી અને પુરુષોત્ત્।મ ભાઈ એ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિરલ યોગ સેન્ટર પરિવાર તરફથી આ સર્વે ભાઈઓ તથા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આગામી નેશનલ ચેમ્પિયનશિપ માં પણ કચ્છનાં વધુ ને વધુ ભાઈઓ તથા બહેનો ભાગ લે અને સફળતાના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી રહી છે.

(11:41 am IST)