Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભાડલા અને ભંડારીયા ગામમાં બે પશુઓ ઘાયલ થયેલા ૧૯૬રનું MVD પશુ દવાખાનું ઘટના સ્થળે દોડી જય બચાવી લીધા

(કરશન બામટા) આટકોટ તા. ૩ :.. ગુજરાત સરકાર અને જીવીકે ઇએમઆરઇ સંયુકત ક્રમે ચાલતી સર્વિસ રાજકોટ જિલ્લા જસદણ તાલુકાના પશુ પાલકો માટે ડગલે અને પગલે સારી સારવાર માટે જાણીતી સાબીત થઇ રહી છે.

પ્રોજેકટ કો-ઓર્ડીનેટર રમેશ સોયાના જણાવ્યા અનુસાર આ સર્વિસ સરકારે નિયત કરેલા ગામડાઓમાં સારી સારવાર માટે હેમંશા કટિબંધ રહે છે. જેમાં નિયત ગામડાનો કોઇ માણસ સારવાર માટે દિવસના ૭ થી સાંજના ૭ ૧૯૬ર ની આ સેવાનો ઉપયોગ કરી શકે છે. તેમ જણાવાયું છે.

જસદણ તાલુકાના ભાડલા ગામના ના જણાવ્યા મુજબ અમારા ગામમાં એક વાર એક વાછડીનું જયારે એક ઇકો ગાડી સાથે અકસીડેન્ટ થયું જેમાં એક પગે ફ્રેકચર હતું ત્યારે અમારી તાત્કાલીક સારવાર જરૂરી હતી અમે ૧૯૬ર દશ ગ્રામ દીઠ એક પશુ દવાખાનો સંપર્ક કર્યો અને તરત સારવાર મળી ગઇ આ યોજના કોટોકટી સ્થિતિમાં માણસ માટે જેમ ૧૦૮ તેમ પશુ માટે ૧૯૬ર કાર્યરત હોવાનું જણાવેલ.

ભંડારીના સરપંચ જસુભાઇ કાકડીયા (તા. જસદણ જિલ્લો-રાજકોટ) એ જણાવેલ કે અમારા ગામના એક પશુ પાલક વિપુલભાઇ મકવાણાની વાછડીને રાત્રે ગામના કુતરા દ્વારા ફાડી નાખવા આવ્યા ત્યારે વહેલી સવારે અમારા ગામ કાર્યરત ૧૯૬ર ની આ યોજના તરત સારવાર આપી અને જરૂરી એવા ટાકા લઇ વાછડીનો જીવ બચી ગયો હતો જેમાં જરૂરી એવી સારવાર નિયમિત રૂપે મળી ગઇ હતી. (તસ્વીરો : કરશન બામટા, આટકોટ)

(11:40 am IST)