Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

દેશને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવા મોરબીમાં ધર્મસભામાંમાં લલકાર.

ધર્મસભામાં સંતો મહતોની હાજરીમાં ધર્મસતાની સ્થાપના માટે તમામ સંતો એક નેજા હેઠળ આવવાની હાકલ કરાઈ : સરહદો પર નહિ વ્યક્તિના મગજમાં યુધ્ધો થાય છે : ડી.જી. વણઝારા

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમ ખાતે ગુરવંદના મંચ હેઠળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાજર રહેલા રાષ્ટ્ર મંચ ગુજરાતના પ્રમુખ ડી.જી.વણઝારાએ હવે સરહદો પર નહિ પણ વ્યક્તિના મગજ અને શેરીગલીમાં યુધ્ધો થતા હોવાનું જણાવી દેશેને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવા માટે છેક સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો હતો. આ ધર્મસભામાં સંતો મહંતોની હાજરીમાં રાજ્યસત્તાની સાથે ધર્મસત્તાની સ્થાપના પર ભાર મુકાયો હતો.
મોરબીના રામધન આશ્રમ ખાતે યોજયેલી ધર્મસભામાં મોરબી કબીર આશ્રમના મહંત અને રાજ્યના ગુરુવંદના મંચના મહામંત્રી શિવરામદાસ બાપુ, રામેશ્વરદાસ હરિયાણી, ગુરુવંદના મંચના મોરબી જિલ્લાના પ્રમુખ અને હળવદના પીપળીધામના મહંત દલસુખ મહારાજ, ઉપપ્રમુખ અને બગથળાના નંકલકધમના મહંત દામજી ભગત અને રાષ્ટ્ મંચ ગુજરાતના પ્રમુખ ડી.જી.વણઝારા સહિતના મોટી સંખ્યામાં સંતો મહતો તેમજ વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ધર્મસભામાં રાજ્યસત્તાની સાથે ધર્મસત્તા હોવી જોઈએ તે અંગે ખાસ વિચાર મંથન કરાયું હતું.

ધર્મસભામાં શિવરામ બાપુએ જણાવ્યું હતું કે, રાજ્યસત્તાની સાથે ધર્મસત્તાની સ્થાપના થાય એ માટે આ ધર્મસભા યોજાઈ છે. આદિ અનાદિ કાળથી રાજ્યસત્તાની સાથે ધર્મસત્તાની પરંપરા ચાલી આવે છે. રાજાશાહીમાં પણ આ પ્રથા હતી.ત્યારે આજની લોકશાહીની પ્રણાલિકામાં પણ ધર્મસતા સ્થપાઈ તેના માટે જરૂરી પ્રયાસો કરવાનું આહવાન કર્યું હતું. તમામ સંતો એક નેજા હેઠળ આવીને આ કાર્ય કરે તેવી પણ હાકલ કરી હતી અને લોકમત માટે આગામી ૨૩ મીએ અમદાવાદમાં ૧૭૦૦ સંતો ઉપસ્થિત રહેવાના હોય તેમાં જંગી મેદની ઉપસ્થિત રહે તેવી અપીલ કરી હતી.
જ્યારે ડી.જી.વણઝારાએ કહ્યું હતું કે, રાજસત્તા એ તામસીવૃત્તિનું સ્થાન છે.જ્યારે ધર્મસતાએ સાત્વિકવૃત્તિનું સ્થાન છે. એટલે દેશમાં ધર્મસતા સ્થપાઈ અને દેશને હિન્દૂ રાષ્ટ્ જાહેર કરે તેના માટે લડત ચલાવવાનું જણાવ્યું હતું તેમજ શરૂઆતથી જ રાજ્યસતા અને ધર્મસતા રહી હોય એ બન્ને સિક્કાની બે બાજુ હોવા છતાં આઝાદી મળ્યા બાદ ધર્મસત્તા નષ્ટ થઈ રહી હોવાથી સમાજ વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે એના પુનઃ સ્થાપનના પ્રયાસો કરાશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

 

(11:35 am IST)