Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશનની નવરચનામાં મોરબીના ત્રણ હોદેદારોની વરણી.

મોરબી :  સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશન જે સમગ્ર સૌરાષ્ટ્રના કોચીંગ ક્લાસના સંચાલકોનું સંગઠન છે તેની તાજેતરમાં એક મીટીંગ દર્શન કોલેજ રાજકોટ ખાતે યોજાયેલી હતી.
 આ મીટીંગમાં સૌરાષ્ટ્રના નવા સંગઠનની રચનામાં મોરબીના રવીન્દ્રભાઈ ત્રિવેદીની સમગ્ર સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી તરીકે, જશવંતભાઈ મીરાણીની વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને અલ્પેશભાઈ ગાંધીની એડવાઈઝરી કમીટીમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ મહાપાલિકાના મેયર પ્રદિપભાઈ ડવ તથા ડેપ્યુટી મેયર દર્શિતાબેને નવા હોદેદારોની વરણીને આવકારી અભિનંદન તથા શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 13 સ્થાન પરથી 250 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:32 am IST)