Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મોરબી તાલુકા સેવાસદનમાં બીજું આધારકાર્ડ સેન્ટર ખોલવાની માંગ: સામાજિક કાર્યકરે જીલ્લા કલેકટરને રજૂઆત કરી.

મોરબી તાલુકા સેવાસદન ખાતે આધાર કાર્ડ માટે પ્રતિદિન અરજદારોની લાંબી લાઈન લાગતી હોય છે અને અરજદારોનો સમય વેડફાતો હોય છે જેથી સેવાસદનમાં બીજું આધાર કાર્ડ સેન્ટર ખોલવાની માંગ કરવામાં આવી છે
સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલ દ્વારા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે લાલબાગમાં આવેલ તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ સેન્ટરમાં દરરોજ લાંબી કતારો લાગે છે આધાર કાર્ડ માટે લોકો દુર દુરથી આવતા હોય છે જે અરજદારો સાથે નાના બાળકો હોય અને વૃદ્ધ અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડે છે અને મોટી લાઈનમાં ઉભા રહેવું પડે છે છતાં લોકોનો વારો આવતો ના હોય જેથી તાત્કાલિક બીજું આધાર કાર્ડ ખોલવામાં આવે અને લોકોને નવું આધારકાર્ડ મેળવવામાં સરળતા રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

(11:37 am IST)