Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઘોઘાનો દરિયો બન્યો તોફાની : ૩ ફૂટ મોજા ઉંછળ્યા

રો-પેકસ ફેરી કેન્સલ કરાઇ : ૩૦૦ મુસાફરોની ટિકિટ પરત કરાઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૩ : ગઈકાલે ઘોઘાના દરિયાકાંઠે ૩થી ૪ ફૂટ મોજા ઉંછળી રહ્યા છે, વિશાળ સમુદ્રમાં હેવી કરંટ જોવા મળી રહ્યો હોવાનું દરિયો ખેડતા સાગરખેડૂઓ જણાવી રહ્યાં છે.  વાતાવરણમાં પલટો આવ્યો છે. તેની સૌથી વધુ અસર સમુદ્રી તટવર્તિય વિસ્તારોમાં જોવા મળી રહી છે, ગુજરાતના સૌથી લાંબો દરીયા કિનારો ભાવનગર જિલ્લામાં આવેલો છે. છેલ્લા બે દિવસથી ખરાબ હવામાનની અસર દરિયો બયાન કરી રહ્યો છે. ભાવનગરનો દરિયો છેલ્લા ત્રણ દિવસથી અત્યંત રફ બન્યો છે. હાલના શિયાળામાં દરિયામાં હેવી કરંટ જોવા મળી રહ્યો છે.
ગઈ કાલે રાત્રે ઘોઘા, કુડા, કોળીયાકના દરિયા કિનારે ફૂંકાયેલા ભારે પવનને કારણે રો-પેક્સ ફેરી સેવાનું સિગ્નલ સમુદ્રમાં પડ્યું હતું. આ સિગ્નલ તણાઈને પ્રથમ કોળીયાક નિષ્કલંક મહાદેવ પાસે ત્યારબાદ કુડા ચરફ તણાઈને આવ્યું હતું. ભારે પવનને કારણે આજે તેરસ તિથિએ દરિયામાં ભારે ભરતી આવી છે.
ખેડૂતોને દરિયો ન ખેડવા સૂચના અપાઈપ્રા થતી વિગતો મુજબ ખાડીમાં દહેજ-હજીરા સમુદ્રી રક્ષક દળની સ્પીડ બોટ પેટ્રોલીંગ કરી રહી છે. તેમજ સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ રહી છે સાથે બોટોને પણ નજીકના બંદરગાહ પર લાંગરી દેવા સુચના આપવામાં આવી છે.સ્થાનીક માછીમારોને તંત્ર દ્વારા કોઈપણ જાણ કરવામાં ન આવીસાગર ખેડૂત મુકેશ ગોહિલે જણાવ્યું હતું કે, હાલ જે ભર શિયાળમાં પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય છે, જેથી માછીમારી કરતા ભાઈઓની બોટો ૪-૫ પાછી આવી ગઈ છે. તેમજ ૪થી ૫ બોટો હજુ બાકી છે એ પણ સુરક્ષિત છે. સ્થાનીક માછીમારોને તંત્ર દ્વારા કોઈપણ જાણ કરવામાં આવી ન હતી, ઘોઘા બંદર ખાતે પણ કોઈપણ જાતના સિગ્નલ લગાવવામાં આવ્યાં નથી. સિગ્નલના કારણે માછીમારોને ખબર પડતી હોય છે કે દરિયો ખેડવો જોઈએ કે નહીં.
દરમિયાન પલટાયેલા વાતાવરણને કારણે ઘોઘા -દહેજ રો રો ફેરી સર્વિસ આજે કેન્સલ કરવામાં આવતા ૩૦૦ મુસાફરોને ટિકિટ પરત કરવામાં આવી હતી. વાતાવરણ સારું હશે તો રો પેક્સ સેવા ફરી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.


 

(11:06 am IST)