Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સાળંગપુર હનુમાનજી મંદિરે કાલે દાદાને મીઠાઇના અન્નકોટ દર્શન-શણગાર દર્શન

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર' ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુર આયોજિત પ. પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી તથા પ. પૂ.કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, તથા પ. પૂ. પૂજારી સ્વામીશ્રી ધર્મકિશોરદાસજી સ્વામી (ડી. કે.સ્વામીજી)ના માર્ગદર્શન હેઠળ કારતક વદ અમાસ અને છેલ્લો શનિવાર હોય તા.૪ ડીસે.ના રોજ દાદાના દરબારમાં વિવિધ મીઠાઈના અન્નકોટ દર્શન સવારે ૧૧:૧૫ થી બપોરના ૧:૩૦ સુધી રાખેલ છે તેમજ શનિવારના મંગળા આરતી  સવારે ૫:૩૦ કલાકે પૂજારી સ્વામીશ્રી ડી, કે, સ્વામી દ્વારા કરવામાં આવશે તેમજ સવારે ૭:૦૦ કલાકે દાદાની દિવ્ય ભવ્ય 'શણગાર આરતી' પરમ પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવશે.

કારતક વદ અને અમાસનો છેલ્લો શનિવાર હોય દાદાના સિંહાસનને અનોખા પુષ્પોના શણગાર દર્શન કરવામાં આવશે દાદાને સુંદર વાઘા પહેરવવામા આવશે.  આમ તો કાયમ દર શનિવાર, રવિવાર તેમજ પૂનમના હજારો ભાવિક ભકતજનો સાળંગપુરધામમા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરમાં આવીને દર્શન, સવારની મંગળા આરતી, શણગાર આરતીના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવે છે દાદાના દરબારમાં આવેલ ભોજનાલયમાં મહાપ્રસાદનો લાભ લેતા હોય છે.

(10:57 am IST)