Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સાવરકુંડલા તાલુકા ભાજપની કારોબારી બેઠક સંપન્ન

 સાવરકુંડલા : તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી સાવરકુંડલા તાલુકાની કારોબારી બેઠક અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભુપેન્દ્રભાઈ બચીયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલા યાર્ડના હોલમાં યોજાય હતી. તેમાં ઉપસ્થિત રહેતા સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, મહામંત્રી ચેતનભાઈ માલાણી, નીતીનભાઈ નગદીયા, અમરેલી ભારતીય જનતા પાર્ટીના કીસાન સેલના મહામંત્રી દીપકભાઈ માલાણી, પુર્વ કૃષિ મીનીસ્ટર વલ્લભભાઈ વઘાસીયા, કાળુભાઇ વીરાણી, મનજીભાઈ તળાવયા, કેશુભાઈ વાઘેલા, જયસુખભાઈ કસવાળા, સુરેશભાઇ પાનશુરીયા, શરદભાઈ ગોદાની, બાધકામ સમીતી ચેરમેન પુનાભાઈ ગજેરા, જયસુખભાઈ સાવલિયા, લલીતભાઈ બાળધા, વીજયભાઈ ચાવડા, હેમાક્ષીબેન રાદડિયા, જયોત્સનાબેન અગ્રાવત, પ્રવીણભાઈ સાવજ, મયુરભાઈ રબારી, મહેશભાઈ ભાલાણા, જસુભાઈ ખુમાણ, અરવિંદભાઈ માગુકીયા, કીશોરભાઈ બુહા, ચીમનભાઈ શેખડા, મંગળુભાઈ ખુમાણ, ચીરાગભાઈ હીરપરા, તથા પ્રદેશમાંથી પધારેલા સોશ્યિલ મીડિયાના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો તથા મંડળના પ્રમુખો તથા કાર્યકર મીત્રો હાજર રહેલ અને કારોબારી બેઠક મીટીંગનું સંચાલન અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શરદભાઈ પંડયા એ કરેલ અને આપણા ૧૦૮ સાંસદ નારણભાઈ કાછડીયા, સંસદ સાલુ હોવાથી દિલ્હી હોવાથી મીટીંગમાં હાજરી આપી શકયા નથી પણ ટેલીફોનીક દરેક કારોબારી સભ્યોને શુભ સંદેશ પાઠવેલ છે. તેમ સતીષ મહેતાની યાદીમાં જણાવેલ.

(10:22 am IST)