Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ખંભાળિયાઃ મુખ્ય રસ્તાઓ પરથી કચરો એકઠો કરવા ખાસ આયોજન

ખંભાળીયા તા. ૩ : પાલિકા દ્વારા પ્રથમ વખત ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવા ખાનગી કોન્ટ્રાકટર આપીને ઝડપી કાર્યવાહી કરાય છે તથા શહેરમાં નાયરા, એનર્જી તથા ફિનીકસ સોસાયટીની મદદથી સ્વચ્છતા માટેના કાર્યક્રમો માર્ગદર્શનો, ચર્ચા સંવાદો થાય છે તો ડોર ટુ ડોર કચરા સિવાય ચોક કે મુખ્ય રસ્તાઓ પર શહેરમાં સ્ટેશન રોડ, શાક મારકેટ, તાલુકા પંચાયત, જોધપુર ગેઇટ, નગર ગેઇટ સહિતના તમામ સ્થળો પર પાલિકાના કર્મચારીઓ એક ટ્રેકટર એક ટેમ્પો તથા ત્રણ રીક્ષામાં કચરો ઉંપાડી લે અને તેનો નિકાલ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
પાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પરમાર, ઉંપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, શાસક નેતા દિલીપભાઇ ઘઘડા, તથા દંડક શ્રીમતી સોનલબેન નાથુભાઇ વાનરીયા તથા ચીફ ઓફીસરશ્રી સતીશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરાયું છે તથા કચરા અંગે કંઇ પરેશાની હોય તો સેનેટરી ઇન્સ્પેકટર શ્રી કિશોરસિંહ સોઢા મો. નં. ૯૭૧ર૮ ૩૮૮૦૩ નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

(10:21 am IST)