Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ભાવનગરમાં કોરોનાના નવા 3 કેસ સાથે એક્ટિવ દર્દીની સંખ્યા 11 થઈ

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર : ભાવનગરમાં સતત સાતમા દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો હતો . આજે ભાવનગરમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૧ એ પહોંચી છે .

આજે ગુરુવારે ભાવનગર શહેર માં 2 અને જિલ્લામાં કોરોનાનો એક -  નવો કેસ નોંધાયો હતો .  જિલ્લામાં આજના ત્રણ નવા કેસ થી એકિટવ કેસનો આંક વધી ને  11 એ પહોંચ્યો છે . શહેરમાં પાંચ અને ગ્રામ્યનો બે એક્ટિવ કેસ છે .મહત્વનું છે કે , ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો . પરંતુ  સતત સાતમા દિવસે જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે

(8:34 pm IST)