Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ખંભાળીયા નજીક ટ્રેન હડફેટે યુવકનું મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩: ખંભાળીયા નજીક ટ્રેન હડફેટે કિશન ખડવા નામના યુવકનું મોત થતા અરેરાટી વ્યાપી છે.

ખંભાળિયામાં ઓખાથી મુંબઇ જતો સૌરાષ્ટ્ર મેઇલ આજે બપોરે ૧ર-૩૦ વાગ્યે ખંભાળિયા આવતો હતો ત્યારે વધી ગયેલ દાઢી તથા ૪પ/પ૦ વર્ષનો કિશન ખડવા ટ્રેઇનના પાટા પર બેસી જતાં ધસમસતી આ ટ્રેઇનને અટકાવવા સાંધાવાળો લાલ ઝંડી લઇને દોડયો હતો પણ ટ્રેઇન થોભે તે પહેલા આ યુવાનના ટુકડે ટુકડા થઇ જતાં મોત નિપજયું હતું.

બનાવની જાણ થતાં ટ્રેઇન ઉભી રખાઇ હતી તથા આસપાસથી લોકો ઉમટી પડયા હતા તથા રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

(3:41 pm IST)