Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભાવનગર જીલ્લામાં ખરીદ કિંમત તળીયે જતા ખેડૂતોએ લીંબુ રસ્તા ઉપર ફેંકી દીધા

ભાવનગર તા. ૩ : ભાવનગરના અમરગઢ ગામના ખેડૂતોએ ઉત્પાદન કરેલા લીંબુને ઉકરડે નાખી દીધા છે કિલો લિંબુનો ભાવ ર રૂપિયા થઇ જતા ખેડુતોએ આ નિર્ણય લીધો હતો. ગામમાં રપ રૂપિયા કિલો વેચાતા લીંબુ ખેડુત પાસે ર રૂપિયામાં ખરીદવા તૈયાર નથી.

માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ અને દલાલો રિંગ કરી ખેડૂતોને ભાવ નથી મળતા દેતા હોવાનો ખેડૂતનો આક્ષેપ કર્યોહતો ત્યારે આવા ભાવને લઇને લીંબુનું વાવેતર કરનાર ખેડૂતો પાયમાલ થયા છે.

ભાવનગર જિલ્લાની આબોહવા લીંબુના વાવેતરને અનુકુળ હોવાથી ખેડુતો પુષ્કળ પ્રમાણમાં લીંબુની બાગાયતી ખેતી કરે છે પરંતુ આ વર્ષે લોકડાઉન અને બીજી બાજુ લીંબુના ભાવ ન આવતા ખેડુતો મુશ્કેલીમા મુકયા છે.

ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડુતોને માત્ર ૭ થી ૮ રૂપિયા ભાવ મળે છે. પરંતુ આ લીંબુ વેપારીઓ ૩૦ થી૪૦ રૂપિયામાં વેચે છે ભાવનગર જિલ્લાના પાલીતાણ, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા સહિતના વિસ્તારોમાં ખેડુતો લીંબુની ખેતી કરી રહ્યા છે. બીજી તરફ દિલ્હી અને હરિયાણામાં ખેડુત આંદોલનને કારણે લીંબુનું વેચાણ પણ ઘટયું છે. તેમજ ઠંડી શરૂ થતા લીંબુની આવક પણ ઘટી છે.

લીંબુ થોડા દિવસોમાં પીળા પડી બગડી જતા ખેડુતોને ભારે ફલકી ભોગવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ જે ૭ થી ૮ રૂપિયા કિલો હતા તે હાલમાં માત્ર પ થી પણ ઓછા થઇ જતા ખેડુતોને સંગ્રહ કરવો પણ મુશ્કેલબની ગયું છે. જેથી શિહોરના જીથરી, અમરગઢ ગામના ખેડુતોએ લીંબુને ખાળિયામાં  અને રસ્તા પર નાખી દીધા છે. ખેડુતોના કહેવા પ્રમાણે વેપારીઓ અને દલાલો ધાર્યા ભાવે જ લીંબુ ખરીદે છે. ખેડુતોને મન મનાવીને પણ ન પરવડે તો પણ લીંબુ યાર્ડમાં વેચીને આવવું પડે છે.

(2:42 pm IST)