Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં નકલી પોલીસ બનીને પૈસા-દાગીના પડાવી લેતી ઈરાની ગેન્ગના ૪ સભ્યોને પકડી પાડતી પોરબંદર પોલીસ

પોરબંદર-જામનગર હાઈવે ઉપર પોલીસને જોઈને નાસી છૂટેલ શંકાસ્પદ કારનો પોલીસે પીછો કરી ઝડપી લીધીઃ આરોપીઓ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યનાઃ અન્ય રાજ્યોમાં છેતરપીંડીના ગુન્હાઃ આરોપીઓ પાસેથી સોનાની ૪ બંગડી, ૨૨ હજારની રોકડ, નકલી દાગીના, કાર સહિત ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત : ઈરાની ગેન્ગને પકડવામાં સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા ૫ - ૫ હજારનું ઈનામ

(પરેશ પારેખ-વિનુ જોશી દ્વારા) પોરબંદર-જૂનાગઢ, તા. ૩ :. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અન્ય રાજ્યોમાં નકલી પોલીસ બનીને લોકો સાથે છેતરપીંડી કરીને પૈસા તથા દાગીના પડાવી લઈ તરખાટ મચાવનાર ઈરાની ગેન્ગના ૪ સભ્યો સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમઝદખાન અહેમદખાન મનસુરખાન ઈરાની, મોહમદ બાકર ઉર્ફે બીજા મીટુઈ યાસીન અલી, રજાઅલી કુરબાનઅલી ઈરાની રે. મધ્યપ્રદેશ તેમજ ઈસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી રે. મુસાવલી-મહારાષ્ટ્રવાળાને પોરબંદર એલસીબીએ પોરબંદર-જામનગર હાઈવે ઉપરથી પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનનાઓએ પોરબંદર જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.દવેનાઓને સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા તથા પો.ઇન્સ. એલ.સી.બી.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કમલાબાગ પો.સ્ટે.ગુ.ર.નં. પાર્ટ કલમ ૪૦૬,૪ર૦, ૧૧૪ મુજબનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા સારૂ એલ.સી.બી. પો.સ.ઇ. એન.એમ. ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફની બે અલગ ઓગ ટીમો બનાવી સદર ગુન્હાની તપાસ કરતા હતાં તે દરમ્યાન જાણવા મળેલ કે, કમલાબાગ પો.સ્ટે.માં જે ગુન્હો બનેલ છે તે પ્રકારની એમ.ઓ.ના ગુન્હા તેજ દિવસે ડભોઇ, રાજકોટ સીટી, ગોંૅડલ સીટીમાં પણ બનાવ બનેલ હોય જેથી દરેક બનાવના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તેમજ પોરબંદર નેત્રમ પ્રોજકેટના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તથા ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી સઘન અને જીણવટભરી રીતે તપાસ કરતા આ પ્રકારની એમ.ઓ. ઇરાની ગેંગની હોવાનું માલૂમ પડતા તે દિશામાં તપાસ કરવામાં આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગઇ તા. પ નવેમ્બરના રોજ જે ગેંગ અગાઉ પોરબંદર વિસ્તારમાં આવેલ હતી અને ગુન્હાને અંજામ આપેલ હતો તે જ ગેંગ ફરી પાછા જામનગરથી પોરબંદર તરફ આવી રહેલ છે. તેવી સચોટ હકીકત મળતા ઉપરોકત સ્ટાફ સાથે રાણાવાવથી આગળ બિલેશ્વર ટેલીફોન એક્ષ્ચેન્જ પાસે વોચમાં હતાં દરમ્યાન જામનગર તરફથી એક અમએચ પાસીંગની જાયલો કાર આવતા તે કારને રોકાવાની કોશિષ કરતા રોકેલ નહીં અને સદર કારનો પીછો કરી ઝારેરાનેશના પાટીયા પાસે સદર કારને જેમની તેમ રોકી ચેક કરતા કારમાંથી ચાર શંકાસ્પદ ઇસમો તથા મુદામાલ મળી આવતા તમામને એલ.સી.બી. ઓફીસે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓએ કમલાબાગ પો.સ્ટે. ખાતે બનેલ ગુન્હાની કબુલાત આપેલ અને આ સિવાય પણ રાજયમાં અનેક જગ્યાએ આવા પ્રકારના ગુન્હા કર્યાની કબુલાત આપેલ છે તેમજ અન્ય રાજય રાજસ્થાન, યુ.પી., હરીયાણા ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં પણ આવા પ્રકારના ગુન્હા કરેલ હોવાનું જાણવા મળેલ છે.

પકડાયેલ આરોપીઓ- સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ એહમદભાઈ મનસુરખાન ઈરાની જાતે પઠાણ મુસ્લિમ (ઉ.વ. ૪૩) ધંધો ચશ્મા વેચવાનો રહે. સેંડવા દેવજીરી કોલોની-૬૯, જી. બડવાની રાજ્ય-મધ્યપ્રદેશ. ઈસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઈરાની જાતે સિયા મુસ્લિમ (ઉ.વ. ૩૦) ધંધો વેપાર રહે. ભુસાવલ ઈદગાહ રોડ, મુસ્લીમ કોલોની નકસાબંધી મદ્રેશા પાસે, તા. બજારપેટ, થાના-બજારપેટ, જી. જલગાંવ, રાજ્ય-મહારાષ્ટ્ર. મોહંમદ બાકર ઉર્ફે બીની મીટુઈ યાસીનઅલી ઉર્ફે કાજી જાફરી, ઈરાની જાતે-શિયા મુસ્લીમ (ઉ.વ. ૨૦), ધંધો વેપાર, રહે. ભોપાલ, કરોત, હાઉસીંગ બોર્ડ, શિયા મસ્જીદ પાસે, થાના-નિશાતપુરા, રાજ્ય-મધ્યપ્રદેશ. રજાઅલી કુરબાનઅલી ઈરાની, જાતે-શિયા મુસ્લિમ (ઉ.વ. ૨૨), રહે. સેંઘવા, દેવજીરી કોલોની, ઈમામ બારગાની પાસે, પહેલી ગલીમાં, જી. બડવાની, રાજ્ય-મધ્યપ્રદેશ પાસેથી સોનાની બંગડીઓ નંગ-૪ કિં. રૂ. ૨,૦૪,૨૫૫, એક મહિન્દ્રા કંપનીની જાયલો કાર જેના રજી. નં. એમએચ-૧૯-બીયુ-૧૨૯૭ જેની કિં. રૂ. ૩,૦૦,૦૦૦, રોકડ રૂ. ૨૨૦૦૦, મોબાઈલ ફોન નંગ ૨ જેની કિં. રૂ. ૨૫૦૦, પીળી ધાતુના નકલી દાગીના જેની કિં. રૂ.૦૦, દિલ્હી ક્રાઈમ ભારત સંચાર વિરોધી મોરચા પ્રેસ લખેલ કાર્ડ ૨ તથા પોલીસ મિત્ર કાર્ડ ૧ કિં. રૂ. ૦૦, નાના ઈલેકટ્રોનીક વજન કાંટા કિં. રૂ. ૧૦૦૦, આ કુલ કિં. રૂ. ૫,૨૯,૭૫૫ની આરોપીઓ પાસેથી કબ્જે લીધેલ છે.

આરોપીઓ બોડેલી પો. સ્ટે. હિંમતનગર ટાઉન પો. સ્ટે., માણસા પો. સ્ટે., ભૂજ બી-ડિવીઝન પો. સ્ટે., ભચાઉ પો. સ્ટે., ડભોઈ ટાઉન પો. સ્ટે., ગાંધીગ્રામ પો. સ્ટે., ગોંડલ ટાઉન પો. સ્ટે. પોરબંદર કમલાબાગ પો. સ્ટે.માં ગુન્હો નોંધાયેલ છે.

આરોપીઓ વિરૂદ્ધમાં ઈસ્યુ થયેલ કોર્ટ વોરંટમાં રાજસમદ જિલ્લો નાથદ્વારા અને કાનકરોલી (રાજસ્થાન), કોતવાલી પોલીસ સ્ટેશન જોધપુર-રાજસ્થાન, જાલરાપાટણ પોલીસ સ્ટેશન, ઝાહલાવાર જિલ્લો (રાજસ્થાન), ગુ. ૨નં. ૬૦૮/૨૦૧૫ ઈ.પી.કો.ક. ૪૨૦, ૧૨૦બી, કાકરોલી જિલ્લો રાજસમદ (રાજસ્થાન), પાલી જિલ્લો (રાજસ્થાન), કોતવાલી પો.સ્ટે. મુરાદાબાદ (ઉત્તર પ્રદેશ), ગુ.૨. નં. ૨૬/૨૦૧૯ ઈ.પી.કો.ક. ૩૯૩ વિ. સમાવેશ થાય છે. તા. ૧૩-૩-૨૦૧૮ના રોજ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ આરોપીઓની તપાસ અર્થે મધ્યપ્રદેશના બડવાણી જીલ્લા ખાતે તપાસ અર્થે ગયેલ ત્યારે સુલતાન ઉર્ફે અમજદ પરવેજ વિગેરે ૧૫ થી ૨૦ માણસોએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરેલ જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સેંઘવા પોલીસ સ્ટેશન ખાતે ગુ.૨.નં. ૩૪/૨૦૧૮ ઈ.પી.કો.ક. ૩૩૨, ૩૫૩, ૩૪ વિગેરે મુજબ ગુન્હો દાખલ કરાવેલ હતો.

આ કામગીરીમાં પોરબંદર એલસીબી પી.આઈ. એમ.એન. દવે, પીએસઆઈ એન.એમ. ગઢવી, રામભાઈ ડાકી, જગમાલભાઈ વરૂ, રમેશભાઈ જાદવ, બટુકભાઈ વિંઝુડા, સુરેશભાઈ નકુમ, હેડ કોન્સ. રવિભાઈ ચાઉ, ગોવિંદભાઈ મકવાણા, રણજીતસિંહ દયાતર, મહેશભાઈ શિયાળ, હેડ કોન્સ. લાખીબેન, રૂપલબેન, હેડ કોન્સ. વિજયભાઈ જોષી, દિલીપભાઈ મોઢવાડીયા, કરશનભાઈ ઓડેદરા, લીલાભાઈ દાસા વિગેરે રોકાયેલ હતા.

ટેકનીકલ સેલના એએસઆઈ રાજેન્દ્રભાઈ જોષી તથા કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજાનાઓએ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા સરસ કામગીરી કરેલ છે. આ સારી કામગીરી કરનાર તમામ અધિકારી/કર્મચારીઓને મ્હે. પોલીસ અધિક્ષક પોરબંદર દ્વારા રૂ. ૫૦૦૦નું ઈનામ જાહેર કરેલ છે.

પોરબંદર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે કોઈ વ્યકિત પોલીસની ઓળખ આપી કે પોલીસનું ખોટુ આઈકાર્ડ બનાવી મદદ કરવાના બહાને છેતરવાની કોશિષ કરે તો, છેતરાવવાનુ નહિ અને આવા લોકોથી સાવધાન રહેવું તેમજ આવા કોઈ લોકોની જાણ થાય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન કે ૧૦૦ નંબર પર જાણ કરવા અપીલ એક યાદીમાં કરી છે.

(2:41 pm IST)