Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ટંકારાઃ ધુનડા સજ્જનપરમાં પાટડીયા પરિવારો વચ્ચે મારામારીઃ પાંચને ઇજા

રાજકોટ તા. ૩: ટંકારાના સજ્જનપર ધુનડામાં પાટડીયા પરિવારના લોકો વચ્ચે મારામારી થતાં પાંચને ઇજા થતાં રાજકોટમાં સારવાર લીધી હતી.

ધુનડા સજ્જનપરમાં રહેતાં જીતેન્દ્રભાઇ ગણેશભાઇ પાટડીયા (ઉ.વ.૩૩), મુકેશભાઇ ગણેશભાઇ પાટડીયા (ઉ.વ.૩૦) અને તેમના પિતા ગણેશભાઇ ગોવિંદભાઇ પાટડીયા (ઉ.વ.૬૦) રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર રાતે ઘર નજીક રહેતાં વિનુભાઇ, મેરૂભાઇ સહિતે પાઇપથી હુમલો કર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

સામા પક્ષે મેરૂ વિનોદભાઇ પાટડીયા (ઉ.વ.૨૧) અને તેના બહેન જ્યોત્સનાબેન ખોડાભાઇ જાસલીયા (ઉ.વ.૨૭) પણ પોતાના પર જીતુભાઇ, ગણેશભાઇ સહિતે ધોકાથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જુના મનદુઃખમાં માથાકુટ થયાની વાતે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:47 pm IST)
  • નરેન્દ્રભાઈ બે દિવસની કચ્છની મુલાકાતે આવી રહ્યા છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવી રહ્યાનું જાણવા મળે છે શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આગામી ૧૪ અને ૧૫ ડીસેમ્બર ના રોજ કચ્છ આવી રહ્યા છે. માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે અને ખાવડામા જંગી સોલાર પ્રોજેકટનુ ખાતમુહૂર્ત કરશે. તેઓશ્રી ધોરડો ખાતે રાત્રી રોકાણ કરે તેવી પણ શકયતા છે. access_time 1:55 pm IST

  • વિશ્વભરમાં બનાવટી કોરોના વેક્સીનના વેચાણનું ષડયંત્ર : ઈન્ટરપોલે વિશ્વભરના દેશોને ચેતવણી આપી છે કે ક્રિમીનલ નેટવર્ક ઈન્ટરનેટ દ્વારા અને બજારોમાં બનાવટી કોરોના વેક્સીનનું વેચાણ કરવા પ્રયાસો કરી રહી છે જેની સામે સૌ સાવધ રહે access_time 4:05 pm IST

  • મોડી રાત્રે વાવાઝોડાની અસર રૂપે તામિલનાડુમાં ઠેરઠેર અતિભારે વરસાદ પડી ગયો છે ચેન્નાઈમાં આવતીકાલે સવાર સુધી અતિભારે વરસાદની આગાહી થઈ છે જ્યારે તામિલનાડુમાં સોમવાર સુધી વરસાદ વરસતો રહેશે તેવી ધારણા છે access_time 11:50 pm IST