Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જેતપુરમાં સસ્તા અનાજમાં ગેરરીતી પ્રકરણમાં પરવાનેદાર વિરૂદ્ધ ગ્રાહકોના નિવેદનો બાદ પગલા ભરાશે

ગરીબ લોકોના પેટની આંતરડી ઠારવાના બદલે બારોબારો વેંચી દેવાના ખેલ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩ : સરકાર લોકો માટે ગમે તેટલી યોજના બહાર પાડે પરંતુ જયા વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનો સડો બેસી ગયો હોય પુરતો લાભ મળી શકતો નથી ગરીબ લોકોને ભુખ્યા ન રહેવું પડે તે માટે અને હાલ કોરોની મહામારીમાં સરકારે નીશુલ્ક અનાજ કઠોળ આપવાની યોજના બનાવી પરંતુ અમુક પરવાનેદારોએ તે જથ્થો પણ ગરીબ લોકોના પેટની આંતરડી ઠારે તેના બદલે તેને બારોબાર કાળા બજારમાં વ્હેચી નાખવાની વ્યવસ્થીત યોજના બનાવી લે છે.

શહેરમાં આવોજ કિસ્સો નોંધાયો છે. અત્રેના નવાગઢ સરધારપુર દરવાજા પાસે આવેલ રાહતભાવની દુકાનને તેના સંચાલક કાજી યાહયાભાઇ સરકારે જાહેર કરેલ રેશન કાર્ડ દિઠ બે કિલો ચણાની શુલ્ક આપવાના તેના બદલે એકજ કિલો આપતા હોવાની ફરીયાદ ઉઠતા પુરવઠા મામલતદારે આ દુકાનની મુલાકાત લઇ તપાસ કરતા બે કિલોના બદલે એકજ કિલો ચણા આપતી હોવાનું ગ્રાહકોએ જણાવેલ અને તેમને જે મેસેજ મળે છે તેમાં બે કિલોજ મળતો હોય એક કિલો ચણા કાળાબજારમાં વેચી નાખતા હોય તેમજ અહિ ઓફ લાઇન જથ્થાનું વિતરણ કરાતુ હોય જેથી એક રજીસ્ટરમાં ગ્રાહકનું નામ લખી તેની સહી કરાવાતી હોય છે. તે પણ કરાવવામાં આવતી નહતી જેથી ગ્રાહકોના નીવેદનો નોંધ્યા.

 આ પરવાનેદાર કાજી યાહયાભાઇની અમદાવાદ સાયબર ક્રાઇમે રાજયવ્યાપી બોગસ ફીંગર પ્રિન્ટ બનાવી ગ્રાહકોનું અનાજ બારોબાર વ્હેચી નાખવાના ગુન્હમાં ધરપકડ કરેલ છતા તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતુ અનેવધુ આ કૌભાંડ રચ્યુ છે. આ અંગે મામલતદાર વિજયભાઇ કારીયાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે ગ્રાહકોના નિવેદનો નોંધ્યા છે આજે વધુ તપાસ કરી તેના વિરૂદ્ધ પગલા લેવામાં આવશે.

(12:47 pm IST)