Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

લીટલ ગ્રીબ (નાની ડુબકી બતક)ને જીવતદાન... રામ રાખે તેને કોણ ચાખે...

જામનગરઃ જીએમબી રોડ પર વહેલી સવારે ફોટોગ્રાફી અને પક્ષી દર્શન માટે નિકળેલા જામનગરના મિત્રોને રસ્તા પર નાની એવું નાની ડુબકી બતક બેડી વિસ્તારના સ્થાનિક રહેવાસી હનીફભાઈ પકડી રહેલા નજરે પડતા ફિરોઝખાન, આશિષ પાણખાણીયા વિશ્વાસ ઠક્કર, અમિષ પટેલ એ પોતાના વાહન રોકી લઈને બોલાવેલ ત્યારે તેને જણાવેલ કે આ પક્ષી રોડ પર કોઈ વાહનની ઝપટે ચડી ઘાયલ થયેલ અને તેનો શિકાર કરવા કૂતરા પાછળ પડયા હતા. આ પક્ષીને શિકાર થતું બચાવી પક્ષીમિત્રોને સુપરત કરેલ. પક્ષીની જાત તપાસ બાદ મોટી પક્ષી ઓચિંતી ઝપટથી હેબતાઈ જઈ રોડ પર પડી ગયેલ જણાતા આ પક્ષીને નજીકના ઢીંચડા તળાવના પાણીમાં મુકત કરવામાં આવેલ...આમ સ્થાનિક લોકો અને પક્ષીમિત્રોની સજાગતાથી આ નાની ડુબકીની જીંદગી મોટી બની હતી...

(12:46 pm IST)