Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ખંભાળિયામાં યુવકને નિર્વસ્ત્ર પ્રકરણમાં પાંચેય શખ્સોના રિમાન્ડની તજવીજ

મુળમાં ક્રિકેટના સટ્ટાનો અડ્ડો જવાબદાર હોવાનું ખુલતા ભારે ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩ : ખંભાળિયામાં જુગાર દારૂના ૧૭ આરોપી વાળા ચંદુ રુડીય નામના યુવાન સાથે ક્રિકેટ જુગાર અંગે માથાકુટ થતાં ખંભાળિયાના તારા જોધા ગઢવી સહિત પાંચે તેને જાહેરમાં નગ્ન કરીને બજારમાં ફેરવવાના મુદે રાજય સરકારનો ગૃહ વિભાગ ખાસ કાર્યવાહી કરવાના મુડમાં હોય આ બાબતે કડક સુચના સાથે કાર્યવાહક એલ.પી. વિશાલ વાઘેલાને ગઇકાલે જ મોકલ્યા છે.

સીસી ટીવીમાં પણ આ દ્રશ્યો ઝડપાયા હોય આ મુદે તપાસનીસ અધિકારીશ્રી વાગડીયાએ ફૂટેજ તથા તેના ડી.વી.આર. કબ્જે કરવા કાર્યવાહી કરી હતી.

પો.સ.ઇ. સી.પી. જાડેજા તો ગાંજાના પ્રકરણમાં ગુલાબનગર વિસતારમાં હતા પણ પોલીસની જીપ તથા પોલીસ કર્મીઓ નગ્ન સરઘસ સામે મળ્યા છતા કંઇ કામગીરી કરી ના હોય પોલીસ તંત્રને છાંટા ઉડે તેવું છે.

રાજયના ગૃહમંત્રી તથા રાજય પોલીસવડા પણ ગુજરાત બિહારના રસ્તે હેડલાઇન સાથે આ વિડીયો વાઇરલ થઇને ચેનલોમાં પહોંચતા આ મુદે કડક પગલાની કાર્યવાહી કરાઇ  રહી છે.

ગઢવી યુવાન ચંદ્ર રૂડાયને જાહેરમાં નગ્ન ફેરવવાના પ્રકરણમાં મુળ મુદો ક્રિકેટ આઇ. પી. એલ. નો સટ્ટો જવાબદાર છે.

દેવભુમિ દ્વારકા પોલીસે ભલેખંભાળીયા સહિત જિલ્લાના અનેક સ્થળે ક્રિકેટના જૂગાર  ભલે પકડયા પણ પોલીસનીજ મીઠી નજરથી ખંભાળીયામાં મહાપ્રભુજીની બેઠક પાસે વૃષભ રાશિના એક નામચીન જૂગાર ક્રિકેટના કીંગ ગણાતા વ્યકિતએ ચાલુ રાખેલો અને આ મુદો પોલીસની વિરૂધ્ધ ચર્ચા કરવા માટે જાણીતા ચંદુ રૂડાય ના હાથમાં આવતા તેણે ફેસબુકમાં લાઇવ કરતા આ મુદે ભાટી ગઢવી સાથે મનદુઃખ થયું હતું તથા તારાએ પોલીસમાં ચંદુ રૂડાય સામે તેને બ્લેક મેઇલીંગ કરીને ખંડણી માંગતા હોવાની ધમકી આપીને રૂ. ૧૦  હજાર લઇ ગયાની પણ ફરીયાદ કરી હતી.

જો કે સેટીંગમાં જાણીતા ખંભાળીયાના ક્રિકેટ સટ્ટોની કલબ ચલાવતો વ્યકિત પડદા પાછળ રહ્યો અને બે ગઢવી યુવાનો ઝઘડતા સમગ્ર ગુજરાતમાં ખંભાળીયાનું નામ કુખ્યાત થઇ ગયું...!!

માસ્કના કડક નિયમમાં સમગ્ર રાજયમાં ખંભાળીયા પોલીસનું નામ રહેલું છે ત્યારે હવે કડકાઇમાં પણ ખંભાળીયા પોલીસ અગાઉ જેવી ધાક ખંભાળીયામાં પો. સ. ઇ. સુખદેવસિંહ ઝાલા, અરવિંદસિંહ ઝાલા, જે. કે. ઝાલા સીંધાલ કે ભરતસિંહ વાઘેલા, કુલદીપ ધીલોનના સમયમાં એક પો. સ. ઇ. કડક કામગીરી કરતા તે હવે જિલ્લાના વડામથક થયેલા એસ. પી. ડીવાયએસપી વાળા ખંભાળીયામાં પોલીસની છબી ખરડાઇ ગઇ છે. તેવી કામગીરી થાય છે....!!

(12:45 pm IST)