Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જામનગરમાં ચક્કર આવતા બેશુધ્ધ થઈ જતા યુવાનનું મોત

જામનગર, તા.૩: અહીં ગાંધીનગર પાછળ, સોનીયા નગરમાં રહેતા ઈકબાલભાઈ હબીબભાઈ ઓલ, ઉ.વ.૩પ, વાળાએ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર–૧ર–ર૦ર૦ના હોન્ડા મોટરસાયકલ શો રૂમની બાજુમાં વિક્રમસિંહ ઉમેદસિંહ ઝાલા, ઉ.વ.પ૪, રે. પુનીતનગર, મેહુલ પાર્ક, છોટા હાથી વાહન ચલાવતા ચલાવતા અચાનક ચકકર આવવા લાગતા અને ઉંચા ઉંચા શ્વાસ લેવા લાગતા અને બેશુધ થઈ જતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં જી.જી.હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા ફરજ પરના ડોકટરે તપાસી મૃત્યુ પામેલ હોવાનું જાહેર કરેલ છે.

દેશી દારૂની હેરાફેરી કરતા પાંચ ઝડપાયા : ત્રણ ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. ધાનાભાઈ જગાભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, જાગનાથ સોસાયટી, મંદિર પાછળ, હાપા રોડ, જામનગરમાં પ્રદિપ ઉર્ફે પદિયો જેન્તીલાલ વિછીં, જયદીપ ઉર્ફે જય અશોકભાઈ પીપરીયા, જેસંગ ઉર્ફે મીથુન ચીનાભાઈ કોળી, કેતન કાન્તીલાલ તાવડીવાલા, ભાખુ ઉર્ફે ભીખલી ધનજીભાઈ બારીયા, દારૂ લી. પપ૦, કિંમત રૂ.૧૧૦૦૦/– તથા વાહનો ત્રણ કિંમત રૂ.પ૬૦૦૦૦ તથા ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ.૧પ૦૦૦/ મળી કુલ રૂ.પ૮૬૦૦૦ના મુદામાલની હેરાફેરી કીર વેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખી ઝડપાઈ ગયેલ છે તથા અન્ય આરોપીઓ શફર બધાભાઈ ચાવડા, જાવેદ ઉર્ફે જાવલો અલીમામદ મકરાણી, રોહીત કોળી ફરાર થઈ ગયેલ છે.

મીગ કોલોની પાસે ઘોડીપાસાનો જુગાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તુલસી ટ્રાવેલ્સની સામે મીગકોલોની તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઈટના અજવાળે ભાવેશભાઈ ત્રીકમદાસ ગજરા, શીતલદાસ કુંદનદાસ મંગે, નરોતમભાઈ ઉર્ફે દહી રતનશીભાઈ ગણાત્રા, વિનોદભાઈ રીજુમલભાઈ કુકડીયા, મુકેશભાઈ જેન્તીલાલ કનખરા, રમેશભાઈ કરશનભાઈ કટારીયા, જુગાર રમી રમતા  રૂ.૧૦,૮૦૦/– તથા મોબાઈલ નંગ–૦૬ જેની કિંમત રૂ.ર૬,૦૦/– મળી કુલ રૂ.૧૩,૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:43 pm IST)
  • હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓ પી ચૌટાલા ને કોરોના પોઝિટિવ આવતા તેમને દિલ્હી-ગુડગાવની મેંદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 12:04 am IST

  • દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન મણીપુરમાં આવ્યુ છે : દેશના સર્વશ્રેષ્ઠ ૧૦ પોલીસ સ્ટેશનોના કેન્દ્ર સરકારે નામો જાહેર કર્યા છે : મણીપુરનું ‘નોîગકોક સેકમાઈ’ સૌથી પ્રથમ નંબરે આવે છે જયારે તામિલનાડુનું એડબલ્યુપીએસ - સુરમંગલમ બીજા નંબરે અને અરૂણાચલપ્રદેશનું ખારસંગ પોલીસ સ્ટેશન ત્રીજા નંબરે આવે છે. access_time 4:05 pm IST

  • ઉત્તર ભારત માં એક રોડ અકસ્માતમાં ભારતીય લશ્કરના ચાર જવાનોના મૃત્યુ થયાનું જાણવા મળે છે access_time 12:05 am IST