Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કોરોનાનો ફરી વિસ્ફોટ ...? : ધોરાજી તાલુકાના એક સાથે સાત વૃધ્ધ પોઝીટીવ : ફફડાટ

કોવિડ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન..?: ઓકિસજન સિવાય અન્ય કોઇ સારવાર અપાતી જ નથી : એમડી, એમબીબીએસ, જેવા મહત્વના ડોકટરની જગ્યા ખાલી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૩: ધોરાજીમા ફરી કોરોનાએ કાળો કેર સજર્યો છે એક જ દિવસમાં સાત સિનિયર સિટીઝનો પોઝિટિવ આવતા ફફડાટ છવાયો છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ જયારથી શરૂ કરવામાં આવી છે ત્યારે પ્રથમ સરકાર દ્વારા તાત્કાલીક અસરથી ડોકટરોને નિમણૂક કરવામાં આવી હતી પરંતુ હાલમાં હોસ્પિટલમાં ફુલ ટામઇ  એમબીબીએસ ડોકટર નથી તેમજ ફુલટાઈમ એમડી ડોકટર ન હોવાના કારણે દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે અને રાજય સરકારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ૭૦ બેડની મંજૂરી આપેલ હોવા છતાં માત્ર ૩૫ બેડ પૂરતી જ ખુલ્લી રાખવામાં આવી છે જે બાબતે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ૭૦ બેડ ધરાવતી હોસ્પિટલ શરુ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી સરકાર ડોકટરોને નિમણૂક કરે ફૂલટાઈમ જેથી કરીને કોરોના પોઝિટિવ દર્દીઓને તાત્કાલીક સારવાર અને દ્યર આંગણે જ સેવા મળી રહે તેવી ધોરાજીની જનતાની લાગણી છે

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી સરકારી હોસ્પિટલમાં સાત જેટલા સિનિયર સિટીઝન કોરોના પોઝિટિવ આવતા ફફડાટ છવાયો હતો ધોરાજીમાં ફરી કોરોના પોઝિટિવએ માથું ઊંચકયું છે અને દરરોજ કેસ વધી રહ્યા છે આવા સમયે તંત્રની બેદરકારી પણ જાહેરમાં જોવા મળી રહી છે

ધોરાજી સરકારી હોસ્પીટલમાં અત્યાર સુધીમાં એન્ટીજન કોરોના ટેસ્ટ ૨૩૦૫ લોકોના લેવામાં આવ્યા હતા જેમાંથી ૪૭૧ પોઝિટિવ આવ્યા છે.

જયારે રાજકોટ ખાતે લેવામાં આવતા સેમ્પલ આર. ટી. પી.સી.આર. અત્યાર સુધીમાં ૩૨૩૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૪૭૫ પોઝિટિવ આવ્યા છે.

 ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયન નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે અત્યાર સુધીમાં સરકારી કોવિડ હોસ્પિટલમાં ૨૭૨ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૫૦ દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે અને ૯૬ દર્દીઓને અન્ય શહેરમાં રીફર કરવામાં આવ્યા છે હાલમાં ધોરાજી સરકારી કોવિડ હોસ્પિટલમાં ૨૫ દર્દીઓ દાખલ છે જેમાંથી ૧૭ દર્દીઓ ઓકિસજન ઉપર રાખવામાં આવ્યા છે અને બાકીના આઠ દર્દીઓ કોરોના ની સામાન્ય સારવાર લઇ રહ્યા છે.

ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોકટરોની ખાલી જગ્યા અંગે પૂછતા ડો જયેશ વસેટીયન એ જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં પહેલા ૮ સિનિયર ડોકટરો હતા બહાર થી ડોકટરો મૂકવામાં આવ્યા હતા હાલમાં ચાર ડોકટરો છે પરંતુ એમ ડી તેમજ એમ.બી.બી.એસ ડોકટર ફુલટાઈમ ની જરૂર છે જે બાબતે સરકારમાં માગણી મૂકી છે પરંતુ નવી નિમણૂક કરવામાં આવી નથી તેમજ હાલમાં ચાર નર્સ ની જરૂર છે.

હાલમાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં પ્રાઇવેટ પ્રેકિટસ કરતા એમડી ફિઝિશિયન દરરોજ સરકારી હોસ્પિટલમાં વિઝિટમાં સેવા આપે છે પરંતુ કાયમી નિમણૂક થઈ જાય તો સરકારી હોસ્પિટલમાં દર્દીઓને મોટો ફાયદો થાય તેમ છે.

ધોરાજી સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલીક રજા આપવામાં આવે છે અને પૂરતી સારવાર મળી રહે તે પ્રકારની સેવાઓ આપવામાં નથી આવતી રાજય સરકારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ૭૦ બેડ ધરાવતી કોરોના હોસ્પિટલની મંજૂરી આપી છે.

પરંતુ જયારથી મંજૂરી આપી આરતી ચિંતન બેડની હોસ્પિટલ ખોલવામાં આવી જ નથી માત્ર ૩૫ બેડ ધરાવતી હોસ્પિટલ જ ખુલ્લી મુકવામાં આવી છે જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ને માત્ર ઓકિસજન પૂરતીજ સારવાર આપવામાં આવે છે તેમજ સરકારી હોસ્પિટલમાં વધુ દર્દી દાખલ ન થાય તે પ્રકારની પણ ડોકટરો દર્દીઓને રજા આપી દેતા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે અને વેન્ટિલેટર ઇમરજન્સી સારવાર ની તાત્કાલિક સુવિધાઓ પણ આપવી જોઈએ પરંતુ ધોરાજી સરકારી હોસ્પિટલ માત્ર કોવિડ કેર સેન્ટર હોય તે પ્રકારની સુવિધા મળી રહી છે કાયદેસરની જે પ્રકારે રાજકોટમાં સુવિધા છે તે પ્રકારની સુવિધા અદ્યતન બિલ્ડીંગ હોવા છતાં ભાવે મળતી નથી જે અંગે તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને તમામ પ્રકારની સુવિધા ઘર આંગણે જ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે કરવી જરૂરી છે તેવી ધોરાજી જનતાની લાગણી છે અને તાત્કાલિક અસરથી ૭૦ બેડ ધરાવતી હોસ્પિટલને ચાલુ કરવામાં આવે

હજી સુધી એન.ઓ.સી આપેલ નથી

ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયન ને હાલમાં રાજકોટમાં હોસ્પિટલની ર્ીિંઁજ્ઞ્ જે દ્યટના બની હતી ત્યારબાદ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે બાબતનો પ્રશ્ન પૂછતા તેઓએ જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલ સૌથી પહેલા આ બાબતની ચિંતા કરી છે અને ગઈ તારીખ ૨૦/ ૮/ ૨૦૧૯ ના રોજ ફાયર ડિપાર્ટમેન્ટ રિજયોનલ ફાયર ઓફિસ રાજકોટ ખાતે અરજી કરેલી છે અને રૂપિયા ૨૫૦૦ ની ફી પણ ભરી દીધી છે અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં જયારથી અરજી કરી ત્યારથી જ ફાયર સેફ્ટીના તમામ પ્રકારના સાધનો રાખવામાં આવ્યા છે તેમજ કર્મચારીઓ ને આ પ્રકારની નિયમિત તાલીમ પણ આપવામાં આવે છે ધોરાજી સરકારી હોસ્પિટલના કર્મચારીઓને દર મહિનાની છઠ્ઠી તારીખે ફાયર સેફ્ટીની સ્પેશિયલ તાલીમ આપવામાં આવે છે જે રાજકોટ જીલ્લામાં ધોરાજી સરકારી હોસ્પિટલ કદાચ પ્રથમ હશે

પરંતુ ૨૦૧૯ માં ફાયર સેફ્ટીની મંજૂરી માગી છે જે બાબત ના તમામ કાગળો અને કાર્યવાહી કરવામાં આવી છે પણ રાજકોટ regional ફાયરસેફ્ટી ઓફિસના અધિકારીઓએ આજ સુધી એન.ઓ.સી આપેલ નથી જે બાબતે તાત્કાલિક દ્યટતું કરવા માગણી છે.

હાલમાં ધોરાજીમાં કોરોના નો વિસ્ફોટ સજર્યો છે ત્યારે ધોરાજીના મામલતદાર તથા તેમના પત્ની તેમજ તાલુકા વિકાસ અધિકારી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર સહિતના મોટા મોટા અધિકારીઓ પણ કોરોના પોઝિટિવની ઝપટમાં આવી ગયા છે તેમજ આમ જનતામાં પણ કોરોના નો વ્યાપ વધ્યો છે ત્યારે ધોરાજીમાં પણ તાત્કાલિક અસરથી લોકો જાગૃત રહે અને સરકારી નિયમનું ચુસ્તપણે પાલન કરે તે સૌ એ જોવું જરૂરી છે.

(11:31 am IST)