Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મોરબીના ભરતનગર નજીક ટ્રકની ઠોકર બાઇકસવાર વૃધ્ધને ઇજા

અકસ્માત બાદ ટ્રક રેઢો મુકી ચાલક ફરાર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબીના ભરતનગર ગામે રહેતા બાલકૃષ્ણભાઈ ઉર્ફે બાલાભાઈ ભવાનભાઈ પાંચોટિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોરબી માળિયા નેશનલ હાઈવે પરથી તેના પિતા ભવાનભાઈ ગોવિંદભાઈ પાંચોટિયા (ઉ.વ.૭૫) પોતાના મોટરસાયકલ લઈને જતા હોય તાય્રે ટ્રક જીજે ૧૨ એડબલ્યુ ૦૮૬૭ના ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર ફરિયાદીના પિતા ભવાનભાઈ પાંચોટિયાને ઈજા પહોંચી હતી તો અકસ્માત બાદ ટ્રક રેઢો મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જુના બસ સ્ટેન્ડ નજીકથી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા તૌફીક કરીમ ખોખર (ઉ.વ.૩૫) રહે મચ્છીપીઠ મોરબી મૂળ ખેવારીયા તા. મોરબી વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧ કીમત રૂ ૩૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:30 am IST)