Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મોરબી તાલુકાના ૨૩ લાખના દારૂ ગુનામાં ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જ ટીમ ઝડપયો

મોરબી,તા. ૩: મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૫ માં રૂ.૨૩.૭૬ લાખના વિદેશી દારૂનો જથ્થો પકડાયાના કેસમાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે સાપરથી પકડી પાડી તેને મોરબી તાલુકા પોલીસ મથકને સોંપી આપ્યો છે.

માહિતી અનુસાર રાજકોટ રેન્જની ટીમે મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૫ ના સપ્ટેમ્બર માસમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો કુલ કિ.રૂ.૨૩,૭૬,૦૦૦/- નો વિશાળ જથ્થો ભરેલ કન્ટેનર પકડાયેલ અને જે-તે વખતે આ કામેના સહ આરોપીઓ પકડાઇ ગયેલ જે ગુનામાં છેલ્લા પ(પાંચ) વર્ષથી નાસતો-ફરતો આરોપી જીગો ઉર્ફે જગો ઉર્ફે જગલાભાઇ મગનભાઇ ભીલ રહે. જુના દેવળીયા તા.હળવદ જી. મોરબી હાલ- સાપર મુળ- ઉમઠી હીરીયુ ફળીયુ તા.કવાટ જી.છોટાઉદેપુર વાળાને સાપર ગામેથી પકડી પાડવામાં આવ્યો છે.રાજકોટ રેન્જની ટીમે હાલમા ચાલી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ૧૯ અંગેની મેડીકલ તપાસણી કરાવવાની જરુરી સમજ સાથે મોરબી તાલુકા પો.સ્ટે. સોંપી આપી આગળની જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરીમાં પો.સ.ઇ. જે.એસ.ડેલા નાઓની સુચના અન્વયે સ્ટાફના ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિહ પરમાર નાઓ સાથે રોકાયેલ હતા.

(11:29 am IST)
  • ખેડૂત આંદોલનના સમર્થનમાં બીજો પુરસ્કાર પરત : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલે ' પદ્મ વિભૂષણ ' એવોર્ડ પરત કર્યા બાદ હવે રાજ્યસભાના સાંસદ સુખદેવ ઢીંડસાએ ' પદ્મ ભૂષણ ' એવોર્ડ પરત કર્યો : છેલ્લા બે મહિનાથી કૃષિ ધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો અવાજ કેન્દ્ર સરકારના બહેરા કાને સંભળાતો નથી access_time 6:15 pm IST

  • રાજસ્થાનની રાજધાની જયપુરમાં રામબાગ પેલેસના અધિપતિ અને દૌસાના પૂર્વ સાંસદ મહારાજ પૃથ્વીરાજનું બુધવારે મોડી સાંજે કોરોનાને કારણે અવસાન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. રાજસ્થાનમાં પર્યટનના વિકાસ માટે તેમનું મોટું યોગદાન હતું. access_time 12:23 am IST

  • નરેન્દ્રભાઈ બે દિવસની કચ્છની મુલાકાતે આવી રહ્યા છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાશે આવી રહ્યાનું જાણવા મળે છે શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આગામી ૧૪ અને ૧૫ ડીસેમ્બર ના રોજ કચ્છ આવી રહ્યા છે. માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે અને ખાવડામા જંગી સોલાર પ્રોજેકટનુ ખાતમુહૂર્ત કરશે. તેઓશ્રી ધોરડો ખાતે રાત્રી રોકાણ કરે તેવી પણ શકયતા છે. access_time 1:55 pm IST