Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

પાટડી ખાતે ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચેકીંગ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને લોકો માસ્ક વગર ભીડમાં ફરી રહ્યાં છે જેને ધ્યાને લઈ જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા પાટડી-દસાડા રોડ પર વાહનચેકીંગ ઝુંબેશ ચલાવી હતી. જેમાં પીએસઆઈ ચંદ્રીકાબેન એરવાડીયા સહિતનાઓએ ચેકીંગ હાથધર્યું હતું અને વાહનો,બાઈકો વગેરેમાં માસ્ક વગર નીકળતાં લોકોને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત લાયસન્સ વગર તેમજ મુસાફર વાહનમાં માલ ભરી નિકળતાં શખ્સોના વાહનો જપ્ત કરી પાટડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યાં હતાં. આમ કડક ચેકીંગ હાથધરાતાં કેટલાક વાહનચાલકો મુસાફરોને રસ્તો રઝળતાં મુકી પરત વળી જતાં રહ્યાં હતાં.  પાટડી તાલુકામાં વાહનચેકીંગ હાથધરાતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(11:26 am IST)