Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જામકંડોરણા મામલતદાર કચેરી ખાતે રસીકરણ અંતર્ગત મિટિંગ

 ધોરાજીઃ વિશ્વ વ્યાપી કોરોના મહામારીને નિયંત્રીત કરવા રસીકરણ કારગત થઇ શકે તેમ હોય ત્યારે ગુજરાત સરકારે રસીકરણ માટે તૈયારીઓ શરૂ કરી છે , અને સરકારની ગાઇડલાઇન મુજબ જામકંડોરણા તાલુકા લેવલે ઝડપી અને સુદ્રઢ રસીકરણ માટે ટાસ્ક ફોર્સના મિટિંગ જામકંડોરણાની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી જી.વી મીયણીના અધ્યક્ષસ્થાન આયોજન કરવામાં આવ્યું હતું જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફીસર ડો.સમીર દવે . મામલતદાર વી.આર.મુલેસીયા , ટીડીઓ એ.એચ વકાલીયા , સહિત ના અધિકારી તથા પંચાયત પ્રમુખ ,ઈલાબેન પરમાર ખોડલધામ સમીતીના વ્રજલાલ બાલધા હાજર રહ્યાં હતા આ કમિટિ કો - વીન સોફટવેરમાં રસીકરણ સોફટવેરના સ્ટાફને ખાસ તાલીમ , રસીકરણ ઉપર તમામ પ્રકારનું મોનીટરીંગ અને માઇક્રો પ્લાનીંગ સહિતની એક ડઝન પ્રકારની કામગીરી કરવામા આવશે. પ્રથમ તબક્કામાં રસીકરણ ડોકટરો , નર્સ , આંગણવાડીની બહેનોને અપાશે , જામકંડોરણા તાલુકાની ટાસ્ક ફોર્સ કમિટિના અધ્યક્ષ પ્રાંત જી.વી.મીયણીએ સમીક્ષા કરી જરૂરી સુચના આપી હતી .(અહેવાલ :ધર્મન્દ્રભાઈ બાબરીયા- ધોરાજી)

(11:25 am IST)