Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા વિંછીયા તાલુકાના ૧૦ ગામોમાં વોટર સિકયુરીટી પ્લાન અંતર્ગત વર્કશોપ યોજાયો

(ધર્મેશ કલ્યાણ દ્વારા) જસદણ તા.૩ :  પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર છેલ્લા ૩૩ વર્ષથી જળ,જમીન,જંગલ,ખેતી અને પર્યાવરણ ના શિક્ષણ અને જાગૃતિ નું કાર્ય જસદણ વિછીયા વિસ્તારમાં કરી રહ્યું છે આ ક્ષેત્ર માં અગત્યનું પરિબળ એટલે પાણી કે જેના વિના જન જીવન અને ખુબ અગત્યનો વ્યવસાય એવો ખેતી-પશુપાલન જે શકયજ નથી. આ પાણી ની સલામતી ઉભી થાય એટલા માટે જર્મન સ્થિત એજન્સી એચએસએસના આર્થિક સહયોગ થી જલસેતુ પ્રોજેકટચલાવવામાં આવી રહ્યો છે.

આ પ્રોજેકટ અંતર્ગત વિછીયા તાલુકાના ૧૦ ગામમાં છેલ્લા ૧ વર્ષથી પાણી સલામતી નું આયોજન અને પાણીના અંદાજ પત્ર વિશેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ,જેની સમજણ ગામ લેવલે સારી રીતે ઉભી થાય એટલા દરેક ગામમાંબે જલદુત યુવાનોનીહરોળ પણ ઉભી કરવામાં આવી છે, જેને વખતો વખત તાલીમ આપી અને આ વિષયનું જ્ઞાન આપવામાં આવ્યું છે . જલસેતુકાર્યક્રમ અંતર્ગત દરેક ગામમાં કુવા/બોર સર્વે ,જમીન ઉપયોગીતા મેપ ,વોટર શેડ મેપ ,ભૂસ્તરીય નકશો,જમીન માં રહેલા વિવિધ એકવીફર(ખડકો) નો અભ્યાસ ,કુવામાં જળ સ્તરની તપાસ પદ્ઘતિ થી જમીન માં રહેલી પાણી સંગ્રહ ની અને રીચાર્જ ની શકયતાઓ નો અભ્યાસ કરી વરસાદી પાણી ની સલામતી કઈ રીતે ઉભી થાય એનો પ્લાન એટલેકે વોટર સિકયુરીટી પ્લાન બનાવવામાં આવ્યા છે.આપ્લાનની સમજણ અને એમાં ગામ લોકોની ભાગીદારી, તેનું અમલીકરણ ,અમલીકરણમાં ગામલોકો ની ભૂમિકા ,સરકારી યોજનાઓ સાથે પ્લાનનુંજોડાણ વગેરે વિષય પર આ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંઅઈઝ સંસ્થા, ભુજ દ્વારા પાણી સલામતી પ્લાન લોકો સાથે સેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે પાણી રોકવાની અને પાણી જમીનમાં ઉતારવાની સારી શકયતાઓ સીમતળમાં કયાં સ્થળો/પોઈન્ટ્સ પર આવેલી છે. આ પ્લાન જસદણ-વિછીયા વિસ્તારમાં કાર્ય કરતી કેટલીક કંપનીઓ તથા સરકારશ્રીના વિભાગો સાથે સેર કરવામાં આવશે, જેના આધારે ૧૦ ગામમાં પ્લાનનું અમલીકરણ કરવાનું પણ આયોજન છેકાર્યક્રમમાં વિષય નિષ્ણાંત તરીકે એસીટી સંસ્થાના ડાયરેકટરશ્રી યોગેશ જાડેજા, શ્રી ગૌરવભાઈ હાજર રહ્યા હતા. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સુમન રાઠોડ ,રીટા રાઠોડ ,નીતિન અગ્રાવત એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી.

(11:25 am IST)
  • ખેડૂત આંદોલનના સમર્થનમાં બીજો પુરસ્કાર પરત : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલે ' પદ્મ વિભૂષણ ' એવોર્ડ પરત કર્યા બાદ હવે રાજ્યસભાના સાંસદ સુખદેવ ઢીંડસાએ ' પદ્મ ભૂષણ ' એવોર્ડ પરત કર્યો : છેલ્લા બે મહિનાથી કૃષિ ધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો અવાજ કેન્દ્ર સરકારના બહેરા કાને સંભળાતો નથી access_time 6:15 pm IST

  • સજા પામેલા નેતાઓ ઉપર આજીવન પ્રતિબંધ લાદતા નહિં : કેન્દ્રની એફીડેવીટ : જે રાજકીય નેતાઓને જેલ સજા થઈ હોય તેમના ઉપર આજીવન ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ લાદવાની જાગવાઈ સામે વિરોધ દર્શાવતી એફીડેવીટ મોદી સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે access_time 4:06 pm IST

  • ખંભાળિયાના મોવાણ ગામે હેલિકોપ્ટરમાં આવેલી જાન મોંઘી પડી: સોશિયલ ડિસ્ટન્સ અને 100થી વધુ માણસો એકત્રિત થતા વરરાજાના પિતા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો :દ્વારકા જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો access_time 11:43 pm IST