Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભુજમાં બે આપઘાતઃ યુવાન અને પ્રૌઢે જીવ દીધો

ભુજ, તા.૩: ભુજમાં બનેલા આપદ્યાતના બે અલગ અલગ બનાવોમાં એક યુવાન અને એક પ્રૌઢે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. શહેરના સંતોષી માતાના મંદિર પાસે શ્રદ્ઘા એપાર્ટમેન્ટમાં રહેતા ૩૪ વર્ષીય ધવલસિંહ પ્રેમસંગ જાડેજાએ પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ જીવ દીધો હતો. બીજા બનાવમાં શહેરના કૈલાસનગર વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય અશ્વિન રામજી રાઠોડે પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. બન્ને બનાવોમાં આપદ્યાતનું કારણ અગમ્ય હોવાનું લખવાયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:22 am IST)