Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

દ્વારકા: શિવરાજપુર બીચના રસ્તાને પહોળો કરવા માટે ટુરિઝમ વિભાગની સર્વે કામગીરી

14 મીટર પહોળો માર્ગ કરાશે : બીચ ઉપર દરિયાઈ માર્ગે આવવાની પણ વ્યવસ્થા કરવા માટેની વિચારણા :દ્વારકાના ઇનચાર્જ મામલતદાર તથા તેની ટીમ સર્વેમા જોડાઇ

દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા થી 11 કિ.મી. દુર આવેલા બ્લુ ફ્લેગ " શિવરાજપુર " બિચ ઉપર જવા માટે સાંકડા માર્ગેને પહોળો કરવા દ્વારકા ઈન ચાર્જ મામલતદાર અને ટુરિઝમ ગાંધીનગરની ટીમ દ્વારા સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

   દ્વારકા નજીકના શિવરાજપુર બીચ ઉપર આ વર્ષની દિવાળી તહેવાર દરમિયાન હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા શિવરાજપુર બીચ પર જવા આવવાના માર્ગમાં યાત્રાળુઓને અનેક મુશ્કેલી પડતી હતી. સાંકડો માર્ગ હોવાથી યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હોવાની ફરિયાદો ઉઠી હતી. આથી સરકાર દ્વારા શિવરાજપુર બીચ ઉપર જવાના માર્ગને ૧૪ મીટરનો કરવાની ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી

 આ કામગીરીમાં દ્વારકાના મામલતદાર તથા તેની ટીમ પણ જોડાઇ હતી. આગામી દિવસોમાં શિવરાજપુર બીચ ઉપર જવા આવવાના અન્ય બે માર્ગો તેમજ વધુ એક એપ્રોચ રોડ બનાવવામાં આવશે.

  શિવરાજપુર બીચ ગુજરાતનો અતી સુદર બ્લુ ફ્લેગ બિચ હોવાથી ભવિષ્યમાં સરકાર દ્વારા આ બીચ ઉપર દરિયાઈ માર્ગે આવવાની પણ વ્યવસ્થા કરવા માટેની વિચારણા ચાલી રહી છે

(11:12 am IST)