Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

આજે ઠંડી ફરી દેખાઇઃ નલીયા ૧ર.૬ ડીગ્રી

વલસાડ-૧૩, રાજકોટમાં ૧પ.પ ડીગ્રી લઘુતમ તાપમાનઃ મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીનો ચમકારો

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરષ્ટ્ર-કચ્છમાં બે-ત્રણ દિવસ ઠંડીમાં રાહ અનુભવાયા બાદ આજે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો. લઘુતમ તાપમાનનો પારો થોડો નીચે ઉતરતા સામાન્ય ઠંડીની અસર વર્તાઇ હતી.

આજે સવારે ઠંડીની અસર થતા લોકો ગરમ વસ્ત્રોના સહારે ઘરની બહાર નીકળત જોવા મળ્યા હતાં.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જતા ઠંડી ગાયબ થઇ ગઇ હતી. માત્ર સવાન સામાન્ય ઠંડક અનુભવાય હતી.

આજે કચ્છના નલીયામાં ૧ર.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું  હતું. જયારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧પ.પ ડીગ્રી નોંધાયુ હતું.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૬.૪ ડીગ્રી

ડીસા

૧પ.ર ડીગ્રી

વડોદરા

૧૬.૦ ડીગ્રી

સુરત

૧૮.ર ડીગ્રી

રાજકોટ

૧પ.પ ડીગ્રી

કેશોદ

૧પ.૪ ડીગ્રી

ભાવનગર

૧૮.૦ ડીગ્રી

પોરબંદર

૧૮.ર ડીગ્રી

વેરાવળ

ર૦.૩ ડીગ્રી

દ્વારકા

ર૧.૭ ડીગ્રી

ઓખા

રર.૮ ડીગ્રી

ભુજ

૧૮.૪ ડીગ્રી

નલીયા

૧ર.૬ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૭.૩ ડીગ્રી

ન્યુ કંડલા

૧૭.૦ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧પ.૬ ડીગ્રી

ગાંધીનગર

૧૬.૮ ડીગ્રી

મહુવા

૧૩.પ ડીગ્રી

દિવ

૧૪.૯ ડીગ્રી

વલસાડ

૧૩.૦ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૮.ર ડીગ્રી

(10:55 am IST)