Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મહુવામાં કોલેજ વિસ્તારમાં ચાલુ કારમાં આગ લાગી : ગાડીમાં મોટા ઘડાકા થયા : અફરાતફરી

સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

મહુવાના કોલેજ રોડ ઉપર એક ચાલુ મારુતિ કારમાં અચાનક જ આગ લાગી હતી. જોકે, સવારના સમયે ઓછી ભીડ હોય અને અવર જવર ઓછી હોવાથી મોટી જાનહાની ટાળી હતી.

ચાલતી ગાડી દરમિયાન ગેસ કારમાં આગ ભભૂકી હતી. મારુતિ ગાડી ગેસવાળી હોવાથી અચાનક આગ ફાટી નીકળતા આ વિસ્તાર રહેણાંક વિસ્તાર હોવાથી દોડ ધામ મચી હતી. આ ગાડીમાં કોઈ પ્રકારનો માલ ભરેલ હોય આગ લાગતા ગાડીમાંથી ધડાકા થયા અને કારમાં આગ ભભૂકી હતી. આ ઘટનાથી આજુબાજુના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે ચાલકની સુજ બૂજથી મોટી જાન હની ટળી હતી.

 આ ઘટના અંગે કોઈ સતાવાર ફરિયાદ કે પોલીસમાં જાણ કરવામાં આવી નહોતી, પણ મહુવા નગર પાલિકાનું ફાયર બીગ્રેડ સમય સર આવી જતા આજુ બાજુના રહીશોને હૈંયે હાશ થઈ હતી. આ આગની જ્વાળા એટલી મોટી હતી કે લાઈટના થાંભલાના વાયર સુધી પહોંચી જતા મોટી જાન હાની થવાની ભીતિ સેવાય રહી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

(10:40 am IST)