Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

દ્વારકા નજીક કાર હડફેટે બાઇકઃ ૪ વર્ષનાં બાળકનું મોતઃ માતા-પિતા સહિત ૩ને ઇજા

દ્વારકા-ખંભાળીયા : દ્વારકા ઓખા હાઇવે પર કબીર આશ્રમ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં લાડવા ગામના જસરાજભા ખીમાભા કેરનો પરિવાર ઘર તરફ જતો હોય તેને પાછળથી સ્વીફટ કારની ઠોકર વાગતાં બાઇકમાં સવાર ચાર વર્ષના બાળક દેવાણંદભા જસરાજભાનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. દ્વારકાના લાડવા ગામની સીમમાં રહેતાં જશરાજભા ખીમાભા કેર (ઉ.૩ર)નામના હિન્દુ વાઘેર યુવાન પોતની બાઇકમાં પત્ની ફાલુબેન, પુત્ર  દેવાણંદભા (ઉ.૪) તથા નવ માસનો પુત્ર ખીમભાને બેસાડી જતાં હતા ત્યારે દ્વારકા કબીર આશ્રમ પાસે જી. જે. ૧૦ બીજી ૩ર૧૮ નંબરની પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઇકને ઠોકર મારતાં બાઇક સવાર દંપતી અને બન્ને બાળકો ફંગોળાઇ પડતાં ૪ વર્ષના બાળકનું મોત નિપજયું હતું જયારે  પત્ની  ફાલુબેન જશરાજભા અને નવ માસના  બાળકને સામાન્ય ઇજા થતાં સારવાર લીધી હતી. બનાવ અંગે જશરજભાની ફરીયાદ પરથી જી. જે. ૧૦ બીજી ૩ર૧૮ નંબરના કાર ચાલક વિરૂધ્ધ દ્વારકા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી (ખંભાળીયા), વિનુભાઇ સામાણી-દિપેશ સામાણી -દ્વારકા)

(11:24 am IST)