Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

કેશોદ અને માળીયા હાટીનામાં કમોસમી વરસાદ ઘઉં, ડુંગળી, ઘાણાના પાકને નુકસાનની ભીતિ

કેશોદના કોયલાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ

જૂનાગઢઃ આ પહેલાના કમોસમી વરસાદની ખેડૂતોને હજુ કળ વળી નથી ત્યાં ફરી વખત દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.

 આજે સાંજે જૂનાગઢના માળીયા હાટીના તાલુકમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. ઉપરાંત કેશોદના કોયલાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

 વરસાદના કારણે ઘઉં, ડુંગળી, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ પહેલા સતત વરસાદથી મગફળી અને બાદમાં ઈયળના ઉપદ્રવથી કપાસનો પાક નિષ્ફળ ગયો હતો.

(8:58 pm IST)