Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મોરબીના ટ્રાફિક પોલીસે રોડના ખાડા બુરવાનું પ્રેરક કાર્ય કર્યું

મોરબી,તા.૩: ચોમાસાની સિઝનમાં અતિ ભારે વરસાદને પગલે શહેરના મોટાભાગના રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે ઠેર ઠેર ગાબડાઓ જોવા મળે છે જોકે જવાબદાર તંત્રને ફુરસદ મળતી નથી અને આવા ખાડા બુરવા મુર્હતની રાહ જોઈ રહ્યા છે ત્યારે શહેરનો તખ્તસિંહજી રોડ વનવે રોડ હોય જયાંથી હજારો વાહનચાલકો રોજ પસાર થતા હોય છે પરંતુ અહી ગાબડાને પગલે વાહનચાલકોને હાલાકી સહન કરવી પડે છે જેથી નાગરિકોની પીડાને સમજતા ટ્રાફિક પોલીસના જવાનોએ જાતે રોડની મરમ્મતની કામગીરી કરી હતી વાહન ટોઈંગ માટેની ટ્રાફિક પોલીસની કામગીરી બજાવતા જીલુભાઈ ગોગરા અને લાભભાઈ બાલાસરાએ તખ્તસિંહજી રોડ પરના ખાડાઓ બુરવાનું કાર્ય જાતે કર્યું હતું

 તંત્ર કરતુ નથી અને તંત્રએ કરવું જોઈએ તેવી ફરિયાદો કરવાને બદલે જાતે કાર્ય કરીને લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવાની ભાવના સાથે ટ્રાફિક જવાનોએ જાતે મોરમ નખાવીને પાવડા તગારા ઉપાડી રોડની મરમ્મત કરી હતી ત્યારે અહીંથી પસાર થતા સામાન્ય નાગરિકો પણ પોલીસની કામગીરીને બિરદાવી સલામ કરતા રોકી શકયા ન હોતા.(

(1:44 pm IST)