Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

બાબરામાં ભૂગર્ભ ગટરના પ્રશ્નોને લઈ ધારાસભ્યની રજુઆત

નબળું કામ થયું હોવા છતાં પાલિકાએ કેમ પ્રમાણપત્ર ઈશ્યુ કર્યું તેની તપાસની માંગ કરી

બાબરાતા.૩:બાબરામાં ભૂગર્ભ ગટરના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ નગરપાલિકા પ્રમુખ ભૂગર્ભ ગટરના નબળા કામ સબબ સ્વખર્ચે હાઇકોર્ટેમાં અપીલઙ્ગ દાખલ કરી છે.લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજયના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાને પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે બાબરામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સને ૨૦૧૭/૧૮માં રૂપિયા ૨૧ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું પણ શરૂઆતથી શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ નબળું અને ભ્રષ્ટાચાર યુકત થતું હોવાની સ્થાનિક લોકો અને આગેવાનોમાંથી ફરિયાદ ઉઠવા પામી હતી પણ યોગ્ય સમયે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ આંખ આડા કાન કરતા કોન્ટ્રાકટ દ્વારા બે ફામ રીતે ગટરનું કામ પૂર્ણ કરી લોકોને કનેકશન આપી દીધા જેના પરિણામ સ્વરૂપ લગભગ વિસ્તારોમાં ગટર નું કુંડીઓ તૂટી ગયેલ છે તેમજ પાણી બહાર આવતા ભયંકર ગંદકી સર્જાય છે અને લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે

તેમજ વધુમાં તેમણે જણાવ્યું છે કે શહેરમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરી થઈ હોવા છતાં ૨૦૧૮માં નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર પણ આપી સંતોષ વ્યકત કરવામાં આવ્યો છે તો આ પ્રમાણપત્ર આપનાર અધિકારીની પણ યોગ્ય તપાસ થવી જોઈએ હાલ ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી પીવાની પાણી પાઇપ લાઈનમાં ભળી રહ્યું છે અને લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણશે તે પહેલાં આપના વિભાગ દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી પ્રબળ લાગણી ઠુંમર દ્વારા કરવામાં આવી છે.

(1:42 pm IST)