Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

અમરેલીના મોટા આંકડીયા નજીક નશો કરેલી હાલતમાં કાર સાથે બાઇક અથડાવ્યુ

મારૂતી સીયાઝ કાર સાથે અથડાવી આરોપીના પગમાં ઇજા થયાની ફરિયાદ

અમરેલી તા.૩: મોટા આંકડીયા નજીક મારૂતી સીયાઝ કાર જીજે ૩ એચકે ૯૫૦૪ સાથે હોન્ડા ચાલક જીજે ૫ ઇબી ૨૦૨૮ના ચાલક રાજેશ મનસુખ ચૌહાણ ઉ.વ.૨૭ રહે.મોટી ખીલોરી વાળાએ નશો કરેલ હાલતમાં પૂર ઝડપે ચલાવી કાર સાથે ભટકાવી પોતાના પગમાં ઇજા કર્યાની કિપાલસિંહ સરવૈયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંદાવી છે.

બાબરા તાલુકાના ઇશાપર ગામની સીમમા રાજુભાઇ બાવજીભાઇ સોલંકીની વાડીમાં અનેક બાલા વાળાના ભાઇ-ભાભી કપાસ બરોબર ન વિણતા હોવાથી. હેમાજીભાઇએ રજા આપી દેતા સારૂ નહિં ગાલતા બોલાચાલી કરતા. રાજુભાઇ વચ્ચે પડી સમજાવા જતાં માથામાં પથ્થર મારી ઇજા કરી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે અનકભાઇ બાલાભાઇ વાળાએ તેના ભત્રીજા રોનક આરોપીના વાડીના માલઢોર ચરાવતા હોય ત્યાં જમવા તેડવા જતાં રાજુ બાવનજી સોલંકીએ ગાળોબાલી હેમાજી બાવનજી સોલંકીએ લાકડી વડે મારમાર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાવરકુંડલામાં ચોરીનો પ્રયાસ

સાવરકુંડલામાં મહુવા રોડ ગુલશને મદીના સોસાયટીમાં સાજીદભાઇ રહીમભાઇ સૈયદના બંધ મકાનમાં કોઇ તસ્કરોએ તા. ૩૦-૧૧ થી ર-૧ર દરમિયના ચોરી કરવાના ઇરાદે બારી વાટે પ્રવેશ કરી. મકાનમાં સામાન વેરવિખેર કરી કોઇ શખ્સે ચોરી કરવા પ્રયાસ કરી બારીને નુકશાન કર્યાનું સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

સાવરકુંડલામાં સગીરાને ભગાડી ગયાની ફરીયાદ

સાવરકુંડલામાં સગીરાને વલ્લભીપુર તાલુકાના પીપળ ગામના પ્રાણ રવજી પટેલીયા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સાવરકુંડલા પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરીયાદ નોંધાવી છે.

વિજપડી અને સુરતમાં પરણિતાને કરિયાવર બાબતે ત્રાસ આપ્યો

રાજુલા તાલુકાના છાપરી ગામની વિજપડી સાસરે નસીમબેન રીયાઝશા શેખ ઉ.વ.રર ને વિજપડી અને સુરતમાં કરિયાવર બાબતે મેણા મારી પતિ અવાર-નવાર દારૂ પી મારકૂટ કરી ગાળો બોલી ધમકી આપી. રીયાઝશા ગુલજારશા, ગુલજારશા જીણાશા, ખેરૂનબેન ગુલજારશા, રીજવાનશા  ગુલજારશા, શાબનબેન ગુલજારશા સહિતે ગાળો બોલી માર મારી ત્રાસ આપ્યાની ડુંગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:40 pm IST)
  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે ત્રિપલ અકસ્માત : યુટીલીટી,ખાનગી ટ્રાવેલ્સ,અને આઇસર વચ્ચે અથડામણ : ટ્રાવેલ્સમાં બેઠેલા તમામ હેમખેમ access_time 11:47 pm IST

  • મહારાષ્ટ્રમાં ભાજપના પંકજા મુંડે,વિનોદ તાવડે સાથે 39 ધારાસભ્યો સંભવિત બળવાખોર તરીકે શંકાના દાયરામાં : ભેદી રાજકીય હિલચાલ શરૂ access_time 10:51 pm IST