Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જે.પી.નડ્ડા-ભૂપેન્દ્ર યાદવ સાથે દિલ્હીમાં દિલીપભાઇ સંઘાણીની મુલાકાત

અમરેલીઃ રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સહકારી પ્રવૃતિઓ અને ગ્રામીણ ક્ષેત્રમા તેની ભૂમીકા સાથે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રિય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે દિલ્હી ખાતે ઇફકોના વાઇસ ચેરમેન, પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલા કાત યોજાયેલ. દેશના વિકાસ માટે સહકારી ક્ષેત્ર પણ એક મહત્વનું અંગ હોવાથી તેની પ્રવૃતિઓ અને ગ્રામ્ય વિસ્તારમા તેની અસરો બાબતે જાણકારીઓ મેળવવા સાથે બન્ને આગેવાનોએ તાજેતરમા સહકાર સપ્તાહના સમાપન અવસરે અમરેલી ખાતે યોજાયેલ સહકાર પરિસંવાદની સફળતા બદલ સંઘાણીને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ અરવિંદ નિર્મળ અમરેલી)(

(1:39 pm IST)
  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST

  • આણંદમાં એન્ટી કરપ્શન બ્યુરો આવકવેરાના ઓફિસર અને ચાર્ટર્ડ એકા.ને ૧૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી લીધા છે access_time 12:55 am IST

  • રાષ્ટ્રીય માનવાધિકાર જાગ્યું : યૌન શોષણની ઘટનાઓ પર કેન્દ્ર અને રાજ્યો પાસેથી અહેવાલ માંગ્યો : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દેશમાં વધતી યૌન શોષણની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા આ મામલે મીડિયા અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્યો પાસેથી વિસ્તૃત અહેવાલ access_time 1:08 am IST