Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ઓવરબ્રીજ વિકટોરીયા પુલથી સાત રસ્તા સુધી બનાવવો જરૂરીઃ ધારાસભ્ય માડમ

જામનગરમાં ટ્રાફીક સમસ્યા નિવારવા

જામનગરઃ ધારાસભ્ય વિક્રમ માડમે રાજયના નાયબ નાણામંત્રી નીતીન પટેલને એક પત્ર પાઠવી જામનગરમાં મંજુર થયેલ બ્રીજની લંબાઇ ખરેખર વિકટોરીયા પુલથી સાત રસ્તા સુધીની રાખવામાં આવે તો જ ટ્રાફીક સમસ્યા ઉકેલાઇ જશે તેમ જણાવ્યું છે.

રજુઆતમાં જણાવાયુંછે કે શહેરની ટ્રાફીક સમસ્યા હળવી કરવા માટે સરકારે ઓવરબ્રીજ બનાવવાની યોજના કરેલ હતી. લોકોની માંગણીઓ મુજબ વિકટોરીયા પુલથી સાત રસ્તા સુધીનો સર્વે કરાવી ઓવરબ્રીજ બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરેલ હતી. જેમાં લાલપુર બાયપાસ પાસે ઓવરબ્રીજ રૂ. ૧૦૬ કરોડના ખર્ચે ઠેબા બાયપાસ પાસેનો બીજો ઓવરબ્રીજ પણ૧૦૬ કરોડના ખર્ચે બનાવવાનો પ્લાન હતો.

પરંતુ જામનગરનો ઉપરોકત ઓવરબ્રીજ અંબર ચોકડીથી ગુરૂદ્વારાચોકડી સુધીનો મંજુર કરેલ છે અને આ ઓવરબ્રીજ બનાવવા માટે રૂ.૬૦ કરોડ મંજુર થયા છે. ગ્રાન્ટ પણ મંજુર કરવાની લોકો દ્વારા ચર્ચાઓ સંભળાય છે. આમ રૂ. ર૭૦ કરોડનો વિકટોરીયા પુલથી સાત રસ્તા સુધીનો બનાવવાને બદલે અંબર ચોકડીથી ગુરૂદ્વારા ચોકડી સુધીનો નાનો ટુકડો અમુક મીટરનો જ  બનાવવાનો પ્લાન કેવા કારણોસર નક્કી થયેલછે તેની પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે. ખરેખર બ્રીજ વિકટોરીયા પુલથી સાત  રસ્તા સુધી બનાવાશે તો જ ટ્રાફીક સમસ્યા ઉકેલાશે તેમ અંતમાં માડમે જણાવેલ છે.(

(1:36 pm IST)