Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જામનગરની અલોહા એશ્યોર એકેડમીના વિદ્યાર્થીઓ અંકગણિતની સ્પર્ધામાં રાજયમાં મોખરે

જામનગર : રાજયકક્ષાએ યોજાયેલ માનસીક અંકગણિતની સ્પર્ધામાં જામનગરના જોલી બંગલો સેન્ટરના વિદ્યાર્થીઓએ પોતાની આવી શૈલી દ્વારા મેદાન માર્યું છે. ૪૦૦૦ વિદ્યાર્થીઓની વચ્ચે યોજાયેલ આ સ્પર્ધા માટે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સતત ર-૩ મહિનાથી મહેનત કરી રહ્યા હતાં. એશ્યો એકેડમીએ વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે ખૂબજ કમર કશી હતી. એકેડમી સમગ્ર ગુજરાતમાં ત્રીજા સ્થાન પર રહી સર્વશ્રેષ્ઠ બીઝનેશનો એવોર્ડ મેળવ્યો અને કુલ પાંચ વિદ્યાર્થીઓએ એવોર્ડ જીત્યા. એવોર્ડ જીતનાર વિદ્યાર્થીઓમાં રીયા સરવૈયા વિનર (લેવલ-૩- સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ), સ્મીત રાયચુરા વિનર (લેવલ- પ - કાલીંન્દી સ્કૂલ), આરૂશ દેપકરા ફસ્ટ રનર્સ અપ (લેવલ-૭-ડી.પી.એસ. સ્કૂલ), વેદાંગી ગોરસીયા ફસ્ટ રનર્સ અપ (ટી.ટી. લેવલ- ર -કાલીંન્દી સ્કૂલ), ધૃવિ વસોયા સેકન્ડ રનર્સ અપ (લેવલ-૧-પુરોહીત સ્કૂલ) વિજેતા થઇ સિદ્ધિ મેળવી હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ફકત ૬ મિનિટમાં ૮૦થી ૧ર૦ જેટલા અઘરા દાખલાઓ કરવાના હતા. જામનગરના ઘણા વિદ્યાર્થીઓ ખૂબજ ઓછા માર્જીનથી એવોર્ડ મેળવતા મેળવતા રહી ગયા. હાલ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તર પર યોજાનાર સ્પર્ધા માટે તૈયારીઓ કરી રહ્યા છે. નેશનલ લેવલ કોમ્પીટીશન ડીસેમ્બર મહીનાના અંતમાં ચેન્નાઇ ખાતે યોજનાર છે.

સ્પર્ધા માટે તૈયારી કરવા એશ્યો એકેડમી સેન્ટર મેનેજર ચાંદનીબેન શાહ તથા ડીરેકટર ઉદય કટારમલના માર્ગદર્શન દ્વારા આ પરિણામ મેળવવામાં સફળ રહ્યા છે. વિજેતા વિદ્યાર્થીઓ માટે સેન્ટર પર યોજાયેલ ખાસ કાર્યક્રમ દરમ્યાન સેન્ટર ડીરેકટર ઉદય કટારમલ દ્વારા સર્વે વાલી તથા વિદ્યાર્થીઓનો તેમની અથાગ મહેનત બદલ આભાર વ્યકત કર્યો હતો. અલોહામાં નવા બેચના એડમીશન શરૂ થઇ ગયેલ છે. વધારે માહિતી માટે ૯૮૯૮૧ ૯૯૯પ૮, ૦ર૮૮-રપ૬૭૩૭૩ ઉપર સંપર્ક કરી શકાશે. તસ્વીરમાં વિજેતા વિદ્યાર્થીઓ નજરે પડે છે

(1:35 pm IST)