Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જામનગરઃ ગુજરાત પુરવઠા નિગમના મેનેજર દવેને નિવૃતિ વિદાય

જામનગર તા. ૩ : ગુજરાત રાજય નાગરીક પુરવઠા વિભાગમા જામનગરમાં ગોડાઉનમાં ફરજ બજાવતા બી.એ.દવે, વય મર્યાદાના કારણે નિવૃત થતા તમામ કર્મચારીઓ અધિકારીઓ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરેલ. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જી.જે.ઝાલા દ્વારા કરવામાં આવેલ.

આ પ્રસંગે નિગમના મામલતદાર નરેશ પટેલ તેમજ એફપીએસ એશોસીયેશનના હોદે્દાર મહેન્દ્ર રાજાણી, હિતેશ મોદી, નિલેશ મપારા સર્વ ઉપસ્થિત રહેલ.

નિગમના અધકારીએ બી.એ.દવેની કામગીરીને બીરદાવેલ હતી તેમજ તેમની કામ કરવાની પધ્ધતીની સરાહના કરેલ હતી તેમજ તેમની પાસેથી શીખવા મળે તેવી કામ કરવાની પધ્ધતી હતી. ડેપ્યુટી મેનેજર દિપેશ રાયઠ્ઠા, નિગમના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર કમલેશ ગણાત્રા, દ્વારા બી.એ.દવેની કામગીરી તેમજ સહકારની ભાવનાને બીરદાવેલ હતી.

દેવાંગીબેન દ્વારા બી.એ.દવેના સહકાર ભર્યા વર્તન તેમજ તેમની પાસેથી ભવિષ્યમાં ઉપયોગી થાય તેવું શીખવા મળેલ છે અને સ્ટાફ વતી શુભેચ્છા પાઠવેલ હતી, સ્ટાફ દ્વારા યાદગીરી રૂપે સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવેલ. આભાર વિધી મિતલબેને કરેલ હતી.

(1:29 pm IST)
  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST

  • મહારાષ્ટ્રમાં ભાજપના પંકજા મુંડે,વિનોદ તાવડે સાથે 39 ધારાસભ્યો સંભવિત બળવાખોર તરીકે શંકાના દાયરામાં : ભેદી રાજકીય હિલચાલ શરૂ access_time 10:51 pm IST