Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જુનાગઢનું ગૌરવ : કેન્દ્ર સરકારની સમિતિમાં ભરત ગાજીપરાની ચેરમેન પદે નિયુકિત

જુનાગઢ, તા. ૩ :  ભારત સરકારના જાહેર સાહસ કોલ ઇન્ડીયા કંપની-કલકતા, જે મહારત્ન તરીકે પણ ઓળખાય છે. કોલસાની ખાણો ભારત ઉપરાંત ઓસ્ટ્રેલીયા, રસીયા, આફ્રિકા, ઇન્ડોનીસીયા સહિતના ૧૪ થી વધુ દેશોમાં આ કંપનીનો કારોબાર છે. જુનાગઢના ભરતભાઇ ગાજીપરા આ કંપનીમાં સરકાર નિયુકત ડાયરેકટ છે. તાજેતરમાં મળેલ બોર્ડ મીટીંગમાં છ પૈકી મહત્વની ત્રણ સમિતિ (૧) સ્ટેક હોલ્ડર રીલેશનશીપ સમિતિ, (ર) કોર્પોરેટ સોસીયલ રીસ્પોન્સીબીલીટી કમીટીમા ચેરમેનશીપ ઉપરાંત અતિમહત્વની ઓડીટ કમીટી તેમજ પરચેસ એન્ડ કોન્ટ્રેક કમીટીમા મહત્વનું સ્થાન મેળવી શ્રી ગાજીપરાએ જુનાગઢ અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.

શ્રી ગાજીપરા જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ પદે તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. કોલ ઇન્ડીયા કંપની ભાર સરકારની કંપની છે અને વિશ્વ કક્ષાએ કોલસાના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. કોલ ઇન્ડીયા કંપનીની અસરકારક કામગીરીને હીસાબે સમગ્ર દેશમાં લોક ઉપયોગ વિદ્યુત ઉત્પાદનમાં મોદી સરકાર આવ્યા બાદ વ્યાપક પ્રમાણમાં વધારો થયેલ છે. આ મહત્વની કંપનીમાં મહત્વની જવાબદારી મળતા શહેરીજનોમાં કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. અને અનેક લોકોએ શુભેચ્છા પાઠવેલ છે.

(1:26 pm IST)