Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જુનાગઢમાં ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયાઃ કોગ્રેસ

કરોડો રૂપિયાના આંધણ બાદ ટ્રાફીક સિગ્નલો કાર્યરત નહીઃ કલેકટર, એસ.પી., મ્યુ.કમિશનરને પત્ર પાઠવતા આગેવાનો

જુનાગઢ તા. ૩:  શહેરમાં ટ્રાફીક સિગ્નલના કારણે ટ્રાફીક સમસ્યા ઘટવાના બદલે ટ્રાફીક સમસ્યા વધી રહી છે અગાઉ પણ આવુ કરોડો રૂપિયાનું આંધણ કરેલ અને ફરીવાર પણ કરોડોનું ખર્ચ કરીને ટ્રાફીક સિગ્નલ લગાવેલ છે તે  શોભાના ગાંઠિયા બની રહ્યા ત્યારે આ અંગે યોગ્ય કરવા કોંગ્રેસ દ્વારા કલેકટર, એસ.પી.મ્યુ. કમિશનરને રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે જીલ્લા કોંગ્રેસ સમિતિએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, જુનાગઢ સીટીમાં તાજેતરમાં ટ્રાફીક સિગ્નલો ચાલુ થવાના કારણે જુનાગઢના મુખ્ય બસ સ્ટેન્ડ વાળા રસ્તે વૈભવચોકથી ગાંધીચોક અનેત્યાંથી રેલ્વે સ્ટેશન સુધી ટ્રાફીક જામ રહે છ.ે અને બસ સ્ટેન્ડથી સરદાર બાગ સુધી ટ્રાફીક જામ રહે છ.ે જયારથી આ ટ્રાફીક સિગ્નલ શરૂ થયેલ છ.ે ત્યારથી આ સમસ્યા ઉભી થવાના કારણે લોકોનો સમય અને આર્થિક બર્બાદી થાય છે અગાઉ પણ આવા સિગ્નલો જુનાગઢમાં ચાલુ કરેલ હતા પરંતુ કાર્યરત રહવાના કારણે જેતે સમયે તે સિગ્નલ બંધ કરવાની ફરજ પડેલ હતી ત્યાર બાદ ફરી વાર પણ કરોડો રૂપિયાનું આર્થિક આંધણ કરી નવા ટ્રાફીક સિગ્નલો બેસાડેલ છે તે સિગ્નલના કારણે ટ્રાફીક સમસ્યા ઘટવાના બદલે ટ્રાફીક સમસ્યા વધી રહી છે વાહન ચાલકો એક સાઇડના રસ્તા પર જામ થાય છે તેટલું જ નહી ફુટપાથ પણ વાહનોથી જામ થઇ જાય છ.ે આ અંગે તાકીદે ઉકેલ લાવવા માંગ કરી છ.ે

(1:26 pm IST)
  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST

  • મહારાષ્ટ્રમાં ભાજપના પંકજા મુંડે,વિનોદ તાવડે સાથે 39 ધારાસભ્યો સંભવિત બળવાખોર તરીકે શંકાના દાયરામાં : ભેદી રાજકીય હિલચાલ શરૂ access_time 10:51 pm IST

  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST