Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસની રજૂઆત માટે ડીવાયએસપી દ્વારા લોક દરબાર યોજાયો

જેતપુર તા. ૩ :.. શહેરમાં વ્યાજખોરોના ત્રાસ દિવસે ને દિવસે જ વધતો જતો હોય છેલ્લા થોડા સમયમાં જ વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલ બે યુવાનોએ આત્મહત્યા કરી લેતા ડીવાયએસપી સાગર બાગમારે નિર્દોષ લોકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુકત કરાવવા અને કોઇ આત્મહત્યા ન કરે માટે ગઇકાલે પોલીસ પરેડ  ગ્રાઉન્ડ ખાતે આવેલ યોગા હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલ જો કે આ મુદો એકદમ સેન્સીટીવ છે કોઇ વ્યકિત ખુલીને આવી રજુઆત કરવા ન આવે કેમ કે જે ઉચા વ્યાજે અને પઠાણી ઉઘરાણી કરતા હોય તે પહોંચેલ લોકો હોય અને બીજી વખત વ્યાજે કોઇ રૂપિયા ન આપે તેવી બિકે કોઇ ખુલી ને સામે ન આવેલ. પરંતુ જેતસર જંકશનના એ શહેરની એક વ્યકિતએ જાહેરમાં વ્યાજખોરોનો ત્રાસ હોવા અંગે રજૂઆત કરી જેથી આ બાબતે તાત્કાલીક પુરતા પગલા લેવા અને યોગ્ય કરવા ખાત્રી આપેલ.
આ તકે ડીવાયએસપી સાગર બાગમારે જણાવેલ કે આવી કોઇ સમસ્યાથી જો કોઇ વ્યકિત પીડાતો હોય તો જાહેરમાં નહિ તો અંગતમાં મારી ઓફીસે તાલુકા પોલીસ સ્ટેશનને, સીટી પોલીસ સ્ટેશને જઇ લેખીત અથવા મૌખીક રજૂઆત કરી શકે છે.
ઉપસ્થિત લોકોમાંથી એવુ પણ જણાવવામાં આવ્યુ કે શહેરની ફાયનાન્સ કરતી પેઢીઓને ચેક કરવામાં આવે કેમ કે બીલાડીન ટોમની જેમ ફુટી નીકળેલા આ પેઢીઓમાં કેટલા પાસે લાયસન્સ છે અને છે તો તે કેટલા ટકે વ્યાજે આપે છે. કેમ કે કાગળ ઉપર ૧.પ ટકા દર્શાવી ૧પ થી ર૦ ટકા સુધી વ્યાજ વસુલવામાં આવે છે  માણસ મુશ્કેલીમાં હોય ત્યારે ગમે તેટલા ઉચા વ્યાજ નાણા લેવા તૈયાર થઇ જાય છે. જેથી પોલીસે જે ઝંૂબેશ ચાલુ કરી છે તે દિશામાં કડક પગલા લે તેવુ લોકોમાં ચર્ચાય રહયુ હતું.
આ લોકદરબારમાં ડીવાયએસપી સાગર બાગમારે, સીટી પી. આઇ. વી. કે. પટેલ તાલુકા પીએસઆઇ એસ. વી. ગોજીયા ઉપસ્થિત રહ્યા હતાં.

 

(1:23 pm IST)