Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

આજે વિશ્વ દિવ્યાંગ દિવસઃ કોડીનારમાં ચાલે છે દિવ્યાંગો માટે તાલીમ કામગીરી

કોડીનાર તા.૩: વર્ષોથી આપણે વિવિધ દિવસો વિવિધ રીતે, વિવિધ થીમ પર ઉજવીએ છીએ જેથી યાદગાર બની રહે તેવીજ રીતે આજે ૩જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરીએ.

આશરે વસ્તીના ૧૫ ટકા વસ્તી અથવા એક બિલિયન વ્યકિતઓ ડિસેબીલીટી ધરાવે છે. પરંતુ સમાજ આ બાબતથી હજુ પણ અજાણ છે કે દિવ્યાંગ વ્યકિતઓ પોતાની સમસ્યાઓનો સામનો કેવી રીતે કરે છે, પરંતુ યુનાઇટેડ નેશન અને ડબલ્યુએચઓ સાથે રહીને એક મિશન શરૂ કર્યુ જેમાં રાષ્ટ્રીય અને ગ્લોબલી દિવ્યાંગ વ્યકિતઓને સારી જીંદગી કઇ રીતે પ્રાપ્ત અને દિવ્યાંગતા અંગે કઇ રીતે જનજાગૃતિ કેળવાય.

આ દિવસ ઉજવાનો એક ખાસ હેતુ છે કે દિવ્યાંગતો સમજવી તેની ગરીમા જાળવવી, તેમના હકો અપાવવા વળી દિવ્યાંગતા વિશે જાગૃતતા કેળવવી અને દિવ્યાંગ વ્યકિતના જીવનના દરેક તબકકે સમાજમાં તેનો સ્વિકાર થાય આ ઉપરાંત દરેક દિવ્યાંગ વ્યકિતઓ સમાજના દરેક પાસામાં સરળતાથી ભળે જે કે રાજકીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આથી આ દિવસ ઇન્ટરનેશનલ ડિસેબીલીટી ડે તરીકે ઉજવાય છે. વર્ષ ૧૯૯૨ થી ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવાય છે.

કોડીનારની શ્રી જીવનદિપ હેલ્થ એજ્યૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મુ.કોડીનાર, ચોરવાડી હનુમાન મંદિરની બાજુમાં, બાયપાસ રોડ કોડીનાર, મો.નં.૯૮૯૮૩ ૨૦૮૮૧ ખાતે દિવ્યાંગજનો માટે દિવ્યાંગોના શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને પુનર્વસન માટે કામ કરે છે આ સંસ્થા દ્વારા દરિયાપટ્ટી અને ગીર ફોરેસ્ટ અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં દિવ્યાંગજનો માટે કોઇ સંસ્થઆ કે અન્ય કોઇ માર્ગદર્શક કે દિવ્યાંગ બાળકોને મુખ્યધારામાં ભેળવવા તથા સમાજમાં દિવ્યાંગજનોને યોગ્ય સ્થાન અપાવવા કે દિવ્યાંગજનો કે તેમના વાલીઓને યોગ્ય જાણકારી પૂરી પાડવા જરૂરી તાલીમ અને તેની કેર માટે કોઇ વ્યવસ્થા ના હોવાથી આ સંસ્થા જીવનદિપ હેલ્થ એજ્યૂકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના વર્ષ-૨૦૦૪માં કરવામાં આવેલ હતી.

સંસ્થા દ્વારા સમયાંતરે દિવ્યાંગોને આરોગ્ય સેવા અને શૈક્ષણિક તાલીમ તથા તેના પુનર્વસન અને જનજાગૃતિથી દિવ્યાંગતા અટકાવવા માટે તથા વાલીઓને તાલીમ આપવા અવિરત પ્રવૃતીઓ ચલાવવામાં આવી રહી છે સંસ્થા દ્વારા દિવ્યાંગજનોને મુખ્યધારા માં ભેળવવા માટે સમયાંતરે દરેક તહેવારો અને દિવ્યાંગજનોને ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આવો સાથે મળી આજે દિવ્યાંગજનો સાથે આજના વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરીએ.(

(11:55 am IST)