Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ડોકટરના હુમલામાં ચૂડી અને ટાણાના બે યુવકોના નામ ખૂલ્યા

એક તરફ ફરિયાદ નોંધાતી હતીને બીજી તરફ હૂમલાખોરનું પગેરું પોલીસ મેળવવા લાગી

ભાવનગર,તા.૩:તળાજા પોલીસ મથક સામેજ આવેલી ચિરંજીવી હોસ્પિટલના ગાયનેક ડોકટર મિલન હસમુખભાઈ અગ્રાવતની ચેમ્બરમાં દ્યુસી છરી વડે હુમલો કરનાર બન્ને આરોપીના નામ ખુલી ગયા છે.એક તળાજા ના ચૂડી અને બીજો વરલનો છે.

તળાજામાં ડોકટર પર છરી વડે હુમલાની દ્યટના પ્રથમ વખત બનવા પામી છે. હુમલો કરી બાઈક પર ભાગી જનાર ના સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કર્તા મહિલા પો.સ.ઇ સોલંકી એ જણાવ્યું હતુંકે એક તરફ ફરિયાદ નોંધાઈ હતી.બીજી તરફ તપાસ હાથ ધરી હતી. જેમાં જે બાઈક લઈને ભાગયા તેના નંબર પર તપાસ કર્તા જાણવા મળેલ કે આ બાઈક ચૂડી ગામના ચેતન આહીર ને વેચવામાં આવેલ.

પોલીસની જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ ફોન લોકેશનના આધારે પગેરું દબાવવામા આવેલ .જેમાં તળાજાના ચૂડીનો ચેતન આહીર અને શિહોર ના વરલનો મેહુલ વાદ્યોશીના નામો બહાર આવ્યાનું સોલંકી એ જણાવ્યું હતું.

બીજી તરફ ડી.સ્ટાફ ના ભાવેશ જાની, બોરીચા,એલ.વી ભમમર સહિતના એ પણ તપાસ હાથ ધરતા પ્રાથમિક દ્રષ્ટિએ હરીફાઈ ને લઈ સોપારી આપી હોવાનં ખુલે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.

આ દ્યટના આગામી સમયમાં નવા કડાકા ભડાકા કરે તેમ સંબધિત સૂત્રો પાસેથી જાણવામાં આવે છે. ચર્ચા પણ આવીજ કઈક છે.

(11:51 am IST)