Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

બગસરા તરફ છોટા હાથી વાહન સળગી ઉઠયુ

 બગસરા : તાલુકાના માણેકવાડા પાસે કોટડા રોડ તરફ રાત્રીના સમયે છોટા હાથી કડબ પશુને ખાવા માટેનો ચારો ભરીને બગસરા તરફ આવતા હતાં. ત્યારે અચાનક શોર્ટ સર્કીટ થતા છોટાહાથી વાહન ભડભડ સળગી ઉઠયુ હતું આગ બુજાવવા માટે અનેક મથામણો કરવામાં આવી હતી. ત્યારબાદ બગસરા નગરપાલીકાના ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડ તાત્કાલીક પહોંચીને આગને કાબુમાં લીધી હતી. કોઇ જાનહાની થયેલ નથી તે છોટા હાથી બગસરાનું હોવાનું જાણવા મળેલ છે.

(11:50 am IST)