Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

જોડીયાના બારમાસી બંદર આરોગ્ય એસટી બસ સહિત પ્રશ્નો ઉકેલવા માંગણી

એક સમયે ધમધમતા બંદરથી આર્થિક સમૃધ્ધિ જળવાતીઃ સરકારી હોસ્પીટલમાં એમ.ડી.ડોકટર નથીઃ એસ.ટી. કંટ્રોલ પોઇન્ટ શરૂ કરાતું નથી

જોડીયા, તા., ૩: વર્ષો પહેલા ધમધમતું બારમાસી બંદર પુનઃ શરૂ કરવા તેમજ આરોગ્ય એસટી બસ સહીતના પ્રશ્નો ઉકેલવા માંગણી ઉઠી છે.

જામનગર જિલ્લાનું જોડીયા તાલુકાનું મથક છે. પરંતુ જોડીયા તાલુકાનું મથક હોવા છતા કોઇ પણ જાતની સરકારશ્રી દ્વારા સુવિધા મળવામાં સદાય ખામી રહે છે. સુવિધા નામે મીંડુ? જોડીયાને ભાંગવામાં એસટી તંત્રનો પણ સિંહ ફાળો છે. બહારગામથી માણસ ધ્રોલ પહોંચી જાય પણ ધ્રોલથી જોડીયા જવા માટે ધ્રોલના ડેપામાં કલાકો સુધી બેસવું પડે છે. જોડીયાના બસ સ્ટેન્ડમાં કોઇ જરૂરીયાત પ્રાથમીક સુવિધા પણ આજે નથી અને તાલુકાનું મથક હોય વિદ્યાર્થીઓધ્રોલ-જામનગર અભ્યાસ અર્થે જતા હોય તેઓને એસટીના આવવા જવા માટે પાસ કઢાવવા હોય જોડીયામાં તો એસટી કંટ્રોલ પોઇન્ટ વર્ષોથી નથી. જેથી ધ્રોલ જામનગર જવુ પડેછે. જોડીયાના બસ સ્ટેન્ડમાં ઉપર જોડીયા નામનું બોર્ડ પણ નથી. બહારગામના પેસેન્જરને ખબર પણ ન પડે ેજોડીયા છે? બસ સ્ટેન્ડમાં કંટ્રોલ પોઇન્ટ શરૂ કરવા પણ અનેક વાર રજુઆતો ધારાસભ્યને કરેલ છે. છતા જોડીયાના એસટીમાં કન્ટ્રોલ પોઇન્ટ શરૂ નથી કરતા આ છે જોડીયાની પ્રજા પ્રત્યેની એસટી તંત્રનો અન્યાય થઇ રહ્યો છે.

જોડીયા તાલુકાનુ મથક હોય આજથી વર્ષો પહેલા સરકારશ્રી દ્વારા અદ્યતન બિલ્ડીંગ હોસ્પીટલ રેફરલ બનાવેલ પરંતુ આ હોસ્પીટલમાં છેલ્લા કેટલાય સમયથી એમ.ડી. ડોકટર પણ નથી સ્ટાફ પણ પુરતો નથી અત્યારે એમ.બી.બી.એસ. ડોકટર સેવા આપે છ.ે  જોડીયા તેમજ એક જ  ડોકટર છે તાલુકાના અનેક ગામોમાંથી અહીયા ડીલેવરી કેશ આવે તો નોર્મલ ડીલેવરી થાય એમ હોય તો જે રેફરલ હોસ્પીટલમાં એડમીટ થાય છે ઓપરેશનથી ડીલેવરી માટે જામનગર જવુ પડે છે. બીજા કોઇપણ જાતના ઓપરેશન પણ નથી થાતા સર્જન ડોકટર પણ નથી આ છે આરોગ્ય તંત્રનો અન્યાય જોડીયાના બંદરની જાહોજલાલી હતી.

આજે પણ કરાંચીમાં જોડીયા નામની બજાર છે. બંદરનો વિકાસ થાય તો હજુ લોકોને રોજ રોટી મળી રહે...દર મહિને બે-ત્રણ કુટુંબ જોડીયા મુકીને બહારગામ જાય છ.ે જોડીયામાં મેમણોની કાપડની મોટી માર્કેટ હતી જે આજે પ૦ ટકા બંધ થઇ ગઇ બહારગામ ધંધા અર્થે સ્થાયી થઇ ગયા.

જોડીયાનું બંદર એ બારેમાસી બંદર હતુ જયાં ડાયરેક શીપ લાગતી હતી બીજો ટ્રાન્સપોર્ટનું ખર્ચ ન લાગતુ કચ્છ દરિયાઇ જોડીયાથી માત્ર ૧ર થી ૧૩ કી.મી.થાય છે. આ બંદરને ફરી ડેવલોપન્ટ કરવામાં આવે તો ઘણા માણસોને ફરી રોજી-રોટી મળતી થઇ જાઇ તેમ છે. અત્યારે હાલ માછીમારીને પણ કોઇ ધંધો ન હોઇ ધંધાના કામ માટે બહારગામ જતા રહે છ.ે દર મહિને બે થી ત્રણ કુટુંબ જોડીયા મુકીને ધંધા માટે બહારગામ જઇ સ્થાયી થાય છે. આજથી ર૦૦૧ ના ભુકંપ પહેલા જોડીયા ગામની વસ્તી ૧પ.૦૦૦ થી ૧૬.૦૦૦ આશરે હતી અત્યારે માત્ર ૮૦૦૦ વસ્તી હશે સરકારશ્રીના ઓન પેપરમાં તો મતવસ્તી પ્રમાણે ૧ર થી ૧૩.૦૦૦ છે પરંતુ ખરેખર જોડીયા ગામની વસ્તી હાલ આઠ હજાર માંડ છે.

જોડીયા કાપડ લેવા માણસો દુર-દુરથી આવતા હતા સુપર માર્કેટમાં આશરે ૬૦ થી ૬પ દુકાનો કાપડની હતી અત્યારે મોટા ભાગના મોટા વેપારીઓ મેમણ બંધુઓ ધંધા અર્થે બહારગામ જતા રહ્યા છે ૬૦% વસ્તી મેમણપરામાં પણ ઓછી થયેલ છે.

બંદરના વિકાસને સરકાર આગળ કામ ચલાવે બંદરનું કેજીગ એકવાર કરવાથી આ બંદર કાયમ માટે એક ખર્ચવિનાનું બંદર છે ! ખારામાંંથી મીઠુ પાણી કરવાનો પ્લાન માન્નીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જોડીયા બંદરમાંં કરેલ હતો જેને આજે એક વષ વીતી ગયું આ બંદરની કોઇ વિકાસ કામગીરી શરૂ કરવામાં આવેલ નથી.

જોડીયાના પ્રાણપ્રશ્નો જેવા કે હોસ્પીટલની સુવિધા એસટી કન્ટ્રોલ પોઇન્ટ બંદરનો વિકાસ બંદરને પુન ધમધમતુ કરવા જોડીયા ભાજપના અગ્રણીય તેમજ ડાયરેકટર એ.પી.એમ.સી. ચિરાગભાઇ બી.વાંક તેમજ સરપંચ નયનાબેન અશોકભાઇ વર્માએ  આ અંગે ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજુઆતો કરેલ છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ સમસ્યાઓ ઉકેલે તેવી જોડીયાના નગરજનોની માંગણી છે.જોડીયાના સરપંચ અશોકભાઇ વર્મા તેમજ યુવા અગ્રણી ચિરાગભાઇ વાંકે જણાવેલ  કે એક સમયનું ધમધમતુ બંદર હતું અને ૧૯૮પ સુધી આ બંદર ધમધમતુ હતું જોડીયાનું બંદર એ કુદરતી બંદર ! થોડુ ડ્રેજીંગ કરવામાં આવે તે લાંબા સમય સુધી ડ્રેજીંગ જરૂર નહી કંડલા પોર્ટ મુન્દ્રા પોર્ટમાં વારંવાર ડ્રેજીંગ કરવામાં આવે તો જોડીયાનું બંદર કયારેય ડ્રેજીંગ કરવામાં આવેલ નથી. બંદર ચાલુ થાશે તો અહીયા રોજગારી મળશે જોડીયામાંથી દર મહિને એક ફેમીલી ધંધા માટે બહારગામ જાય છે બંદરની ખાડીમાં ભરાય જાવુ, કંડલામાં રોજ કરવુ પડે ! એકવાર ડ્રેજીંગ થઇ જાય પછી રપ વર્ષ સુધી જોડીયામાં ન કરવુ પડે, બારેમાસી પ્રચલિત બંદર હતું જોડીયાના ૪૦ થી પ૦ વહાણ હતા દુબઇ જવા માટે સલાયા-સીકકાના આજુબાજુમાંથી વહાણો જોડીયાથી ચાલતા હતા વહાણ આવતા જતા હતા જોડીયાથી દુબઇ પાકિસ્તાન વહાણવટી જતા હતા જોડીયા બંદરનું વિશ્વમાં નામ હતું પરંતુ આ બંદરને ડ્રેજીંગ કરવામાં આવે તો પુનઃ આ બંદર શરૂ થાય અને બધાને રોજી-રોટી મળે જોડીયાને કરાંચી સાથે પણ સારો વ્યવહાર હતો આજે પણ કરાંચીમાં બજાર છ.ેજોડીયાનું બંદર પુનઃ ધમધમતુ કરવા અંગે જોડીયાના સરપંચ નયનાબેન અશોકભાઇ વર્મા તેમજ જોડીયાના યુવા અગ્રણીય ચિરાગભાઇ વાંક (ડાયરેકટર) નરૂભાઇ ગોહીલ, ભરતભાઇ ઠાકર, રજાકભાઇ જખુરા, જે.ડી.માંકડ વગેરેએ ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજુઆતો કરેલ છે અને જુના પ્રતિનિધિ રોજકોટ હીતેશભાઇ રાચ્છે જામનગર સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલને તેમજ ગુજરાતનાએ સમયમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને પણ રજુઆતો કરેલ હતી હાલમાં ફરી બંદર પુનઃ ધમધમતુ થાય તેવી લોક માંગણી છે.

(11:47 am IST)
  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST

  • પાંચમી ડિસેમ્બરે રિઝર્વ બેન્ક સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો જાહેર કરી શકે છે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે access_time 10:49 pm IST